Book Title: Sangh Swarup Darshan Part 03
Author(s): Kirtiyashsuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 618
________________ 1785 - ૩૮ : તીર્થંકરોને પૂજ્ય, આજ્ઞાયુક્ત સંઘ - 118 ૫૯૭ અને એમ ન થાય તો મોં ન બતાવે પણ બોલે નહિ. કહેવત છે કે ગઈ તિથિ જોષી પણ ન વાંચે. આ લોકો તો એમાંના પણ નથી. ધર્મદ્રોહી કોઈ પણ કામ માટે નકામા છે: એ લોકો કહે છે કે, “અમે નહોતા માટે આ બધું દીક્ષા, સંમેલન વગેરે થયું.” જો એમ જ હોય તો સાધુઓ વિચરી શકે છે તે પણ એમની કૃપાથી એમ ? ઠીક છે, પણ હું પૂછું છું કે જામનગરમાં દીક્ષા અપાઈ ત્યારે તો તેઓ હિલચાલમાં નહોતા જોડાયા ને ? વર્તમાન હિલચાલમાં એ લોકો ક્યાંય નોંધાયા સાંભળ્યા છે ? આપણે તો એમનાં નામ ક્યાંય વાંચ્યાં નથી. ઉપકાર પ્રવૃત્તિવાળાની આ દશા ન હોય. આવાઓ તો ક્યાંય ઊભા રહેવા લાયક પણ નથી. જો મારો સૂર ત્યાં પહોંચતો હોય તો મારી તેમને (હિલચાલના પ્રણેતાઓને) પણ ભલામણ છે કે જેઓ ધર્મના ફરમાનને બેવફા થાય છે તે બીજે ક્યારે દગો દેશે તે કહેવાય નહિ. દેશદ્રોહી જેમ દેશ માટે નકામા છે તેમ ધર્મદ્રોહી કોઈ પણ કામ માટે નકામા છે. જેઓ શ્રી જિનેશ્વરદેવને બેવફા નીવડ્યા છે તે બીજાની વફાદારી સાચવશે ? પારકાની ચિંતાથી લાભ શો ? હવે પૂજ્ય આચાર્ય શ્રી મુનિસુંદરસૂરિ મહારાજા યતિને બીજો પ્રશ્ન પૂછે છે કે, “હે મુનિ ! તને પારકાના ઘરની ચિંતાથી લાભ શો ?' મુનિએ પ્રાણાતિપાત, મૃષાવાદ, ચોરી, મૈથુન, પરિગ્રહ એ પાંચેનો દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી, મન, વચન, કાયાથી કરવા, કરાવવા, અનુમોદવારૂપે જીવનભરને માટે ત્યાગ કર્યો છે, તો હવે પારકાના ઘરની ચિંતાથી એને લાભ શો ? જો લોકસેવા માટે કરતો હોય તો મા-બાપને તયા કેમ ? શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાના પાલન માટે, કેવળ મુક્તિની સાધના માટે જ માબાપના ત્યાગની આ શાસનમાં છૂટ છે. એ વિના મા-બાપની સેવા છોડવાની નથી, તેમની આજ્ઞાની અવજ્ઞા કરવાની નથી. મુક્તિનાં પરિણામ થાય, સંસારની અરુચિ થાય અને શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાનું પરિણમન થાય તે વખતે જો મા-બાપ આડાં આવે તો એ મા-બાપનો ત્યાગ કરવાની છૂટ છે, આજ્ઞા છે. એ વખતે કદી માં-બાપ રૂએ તો પણ એ મોહના સ્વભાવથી રૂએ છે એમ માને. શ્રી નેમનાથ ભગવાન કૃષ્ણજીને કહ્યું છે કે - જો મારી હયાતીથી એટલે પુત્રની હયાતીથી મા-બાપની વ્યાધિ અટકતી હોય, તેમને વૃદ્ધાવસ્થા ન આવતી હોય અને તેમનું મૃત્યુ રોકાઈ જતું હોય તો અમે જરૂર ન નીકળીએ. પણ તેમ તો છે નહિ. પુત્રની હયાતીમાં મા-બાપ માંદા

Loading...

Page Navigation
1 ... 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630