Book Title: Sangh Swarup Darshan Part 03
Author(s): Kirtiyashsuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 616
________________ ૫૯૫ ૩૮: તીર્થંકરોને પૂજ્ય, આજ્ઞાયુક્ત સંઘ - 118 અમને ફુરસદ નથી, માટે તમે જે ખેલ ખેલવા હોય તે ખેલી લો. અમે નવરા હોત તો તમારાં આ એક પણ કામ થવા ન દેત. વગેરે વગેરે...!’ આ રીતે તેઓ પોતાના સ્વરૂપને પોતે જ ખુલ્લું કરે છે. અમે પણ જાણીએ છીએ કે તમે નવરા હોત તો તમારું નાક કાપીને પણ અમને અપશુકન કરત. હમણાં એ લોક પોતાને મોટી હિલચાલમાં પડેલા જણાવે છે. પણ આપણે આ હિલચાલમાં ક્યાંય એમનું નામ. આવ્યાનું જાણ્યું નથી. ઉંદરો અને ઉંદરોનો રાજા ઃ એ પરમાનંદ કાપડિયા તમને બધાને ઉંદર કહે છે ને મને એ ઉંદરોનો રાજા કહે છે. એમની માયાજાળને કાપવાનું કામ કરનારા ઉંદર બનવામાં આપણને વાંધો નથી. લોકો પર ઇંદ્રજાળ બિછાવીને ઘણાના પૈસા ખાઈ જનારાનો ત્યાં તોટો નથી. એ જાળને કાપવા માટે ઉંદરનું કાર્ય ક૨વામાં આપણને વાંધો નથી. તમને આમતેમ ફરતા ક્યાંક જો એ ૫૨માનંદભાઈ ભટકાઈ જાય તો તેમને કહેજો કે, મહારાજે (મેં) તેમની આપેલી પદવી સ્વીકારી લીધી છે. 1783 બીજું પણ એ લખે છે કે અમે દુનિયાનું કલ્યાણ કરનારી ક્રિયામાં જોડાયા છીએ, માટે ઉંદરો દોડધામ કરે છે. અમે હોઈએ તો મુંબઈમાં અઢાર વર્ષની અંદરની દીક્ષા ન જ થાય, પણ અમને હાલ ફુ૨સદ નથી. સભા ‘એમને ફુરસદ મળવાની પણ નથી.’ રોટલા ભેગા થાય પછી ફુરસદ મળે ને ? જેને રોટલા ન મળતા હોય તેને ફુરસદ ક્યાંથી મળે ? પછી એ આવી પ્રવૃત્તિ ક્યાંથી કરે ? અથવા તો છતે રોટલે પણ જેને રામપાતર લેવાની ભાવના થાય તે આવી પ્રવૃત્તિમાં પડે એ નિયમ છે. સારું છે કે એ લેખની નીચે નામ છે. તેથી જાણી શક્યા કે આ બધું કુંવરજીભાઈના ચિરંજીવી લખે છે. જ્યારે પાપ ચારે બાજુથી ઘેરો ઘાલે ત્યારે આવું ઉછાંછળાપણું આવે. એ લખે છે કે, ‘ખૂબી કરી લો, અમે જ્યારે પરવારીને આવશું ત્યારે જોઈ લઈશું.’ અમે પણ કહીએ છીએ કે ખૂબ કરી લઈશું અને તમે આવશો ત્યારે આજથી સો ગુણા તૈયાર થઈને ઊભા રહીશું. અમારી તૈયારી કાયમ ચાલુ જ છે. એ જ્યારે સામે આવે ત્યારે એમને સત્કારવા તો પડશે ને ? વિચારો કે તેમની મનોદશા કેટલી અધમ છે ! ન ફાવ્યા ત્યારે આ લખ્યું છે. મલ્લની બહાદુરી : હિન્દીમાં એક વાત આવે છે. બે મલ્લને પરસ્પર કુસ્તી થઈ. તેમાં એકે બીજાને નીચે પટક્યો અને પોતે એની છાતી પર ચઢી બેઠો, એટલે કે પેલો નીચે પડેલો હાર્યો. પણ એ જ્યારે એને ઘેર ગયો અને માએ પૂછ્યું કે, બેટા ! શું થયું ?

Loading...

Page Navigation
1 ... 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630