Book Title: Sangh Swarup Darshan Part 03
Author(s): Kirtiyashsuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 615
________________ પ૯૪ 1782 સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ નીતિકારને પણ કહેવું પડ્યું કે કાં તો ભણેલા સારા, કાં તો અભણ સારા પણ ત્રિશંકુ જેવા દોઢડાહ્યા ખોટા. “દઢ અક્કલ હમારી ઔર આધીમેં સારી દુનિયા' એવું માનનારા દોઢડાહ્યાઓની કદી સિદ્ધિ ન થાય. આવા દોઢડાહ્યાઓની ઘરમાં કે બજારમાં કશી જ કિંમત નથી. આજે ધર્મ વિરુદ્ધ ચળવળ ચલાવનારાઓ લગભગ આવી જાતના છે. એમના માટે એમના ઘરનાઓ પણ કહે છે કે, “એ બહાર હોય ત્યાં સુધી સુખી છીએ.” પેઢી પર પણ બાપ કે વડીલ એમને બેસવા નથી દેતા. એ કહી દે છે કે, “તમે તમારે બહાર ફર્યા કરો.”આવા દોઢડાહ્યા નવરાઓ ધર્મ વિરુદ્ધ હિલચાલ કરી રહ્યા છે. કામકાજમાં પહેલાં કદી. ધર્મ ન કરે એ બને પણ ધર્મ વિરુદ્ધની પ્રવૃત્તિમાં એ ન પડે, કેમ કે એ ડાહ્યા છે. વસ્તુસ્વરૂપ સમજાવવું એ નિંદા નથી? વસ્તુના સ્વરૂપને સમજાવવું એ નિંદા નથી જ. એ સમજાવવા માટે તો વ્યક્તિગત કહેવું પડે કે નામ દઈને કહેવું પડે તો પણ એ નિંદા નથી. અમે એ રીતે ન કહીએ એટલે અમારો ઉપકાર માનો અથવા તો અમારી એ અશક્તિ માનો. સભાઃ “પણ સામા જીરવી નથી શકતા.” એમાં કોઈનો ઉપાય નથી. ભગવાન શ્રી મહાવીરદેવે ભરસભામાં ગોશાળાને મંખલીપુત્ર તરીકે ઓળખાવ્યો છે. એ સાંભળી આનંદમુનિ સાથે ગોશાળાએ કહેવરાવ્યું કે, “આટલી ઋદ્ધિ સિદ્ધિથી પણ તારો ધર્માચાર્ય ધરાતો નથી તે હવે મારી નિંદા કરે છે ?' આ રીતે ભગવાન શ્રી મહાવીરદેવ પર જ્યારે નિંદક તરીકેના આરોપ મૂકનારા પાપી જીવો હતા, તો તમારી અમારી પર મૂકનારા હોય એમાં કાંઈ નવાઈ નથી. ભગવાને તો સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું કે, “એ ગોશાળો જિન નથી. પણ અમારો શિષ્ય બનેલો એ જ મખલીપુત્ર છે, જે પોતાની જાતને છુપાવે છે.' પરમાનંદભાઈની ચેલૈન્જઃ કુંવરજીભાઈના ચિરંજીવી પરમાનંદભાઈ ચેલેન્જ બહાર પાડે છે. સુરતમાં સંમેલનો થયાં અને અહીં દીક્ષા થઈ એ એમના નિયમો વિરુદ્ધ થયું. એ બધું અટકાવવાના એમના મનોરથ સફળ ન થયા. સુરતમાં તો સંમેલનો ઉપરાંત સાધુનું સામૈયું થયું, વ્રતોની આરાધના થઈ, સાધર્મિકની ભક્તિ થઈ, ઉત્સવ મહોત્સવ થયા અને અહીં અઢાર વર્ષની અંદરની દીક્ષા થઈ, એમને મન આ મોટી પંચાત થઈ એટલે કે લખે છે કે – | ‘તમે ઠીક અવસર સાધ્યો. અમે જ્યારે દુનિયાનું કલ્યાણ કરનારા મહાભારત કામમાં પડ્યા છીએ એનો લાભ લઈને તમે આ બધું કર્યું. અત્યારે

Loading...

Page Navigation
1 ... 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630