Book Title: Sangh Swarup Darshan Part 03
Author(s): Kirtiyashsuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 613
________________ ૫૯૨ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ – 1780 સભાઃ “પણ પારકાની વાત જ શા માટે કરવી ? સ્વ-પરનો વિવેક કરવા માટે પરની વાત પણ આવવાની જ. સ્વ-પરનો વિવેક કર્યા વિના વ્યાખ્યાન થાય જ નહિ. સ્વ-પરનો વિવેક થાય ત્યાં જો પરની ખામી શોધાય છે” એમ લાગે તો કહેવું પડે કે એ શ્રોતા હજી એકડો ઘૂંટવાને પણ લાયક બન્યો નથી. એ શ્રોતાએ મહિનાઓથી વ્યાખ્યાન સાંભળવાને બદલે ધૂળ જ ફાકી છે. જે સ્વ-પરનો વિભાગ ન કરી શકે, સ્વસ્વરૂપની યોગ્યતા અને પર-સ્વરૂપની અયોગ્યતા જે ન બતાવી શકે તે વ્યાખ્યાન કરવા માટે લાયક નથી; પ્રભુશાસનની પાટને એ ભારે કરે છે. જો વસ્તુસ્વરૂપના પ્રકાશનને નિદા કહેવાતી હોય તો આગમોમાં નિંદાના ઢગલા પડ્યા છે. પાને પાને નિંદા છે. એક વિતરાગનું સ્વરૂપ કહેવા માટે બધા અવીતરાગનાં ખંડન કર્યા છે, સાધુના વર્ણન માટે અસાધુઓને ખાંડ્યાં છે અને ધર્મના વર્ણન માટે અધર્મનું ખંડન કર્યું છે. સમ્યગુદર્શનનો નિયમ શી રીતે સ્વીકારાય તે જાણો છો ? માત્ર “સુદેવને માનું એટલાથી ન ચાલે. પણ “કુદેવને પણ માનું એ પણ સાથે જ જોઈએ. સુદેવનો સ્વીકાર અને કુદેવનો પરિત્યાગ એ બંને નિયમ સાથે જ કરવાના. એ જ રીતે સુગુરુ અને સુધર્મના સ્વીકાર સાથે કુગુરુ અને કુધર્મનો પરિત્યાગ પણ સાથે જ જોઈએ. બધાને સુ કહેનારને શાસ્ત્રકાર બેવકૂફ કહે છે, શાણો નથી કહેતા. ખાવાની બધી ચીજ સરખી કહેવાય ? ઝેર કેમ ખાતા નથી ? પ્રાણનાશક છે માટે ને ? પણ પ્રાણનાશક કહેવામાં તો નિંદા આવી. એ નિંદા થઈ એમ કહેનારા મૂર્ખાઓ સાથે ધર્મના વાદ ન હોય. અભક્ષ્ય તો ત્યાજ્ય છે જ. પણ ભક્ષ્ય જો અભક્ષ્ય બને તો એનો પણ શાસ્ત્ર ત્યાગ કરવાનો કહ્યો છે. ખંડન વિના મંડન થાય જ નહિ ઘી, દૂધ, દહીં, ભક્ષ્ય ખરાં પણ પરિમિત કાળ સુધી. બે રાત્રી વીત્યા પછી દહીં અભક્ષ્ય થાય છે. હવે એને અભક્ષ્ય કહેવું એ નિંદા થઈ ? ' સભાઃ “પ્રતિપાદન શૈલી પહેલી કે ખંડનશૈલી ? ખંડન વિના મંડન થાય જ નહિ માટે ખંડન શૈલી પહેલી. પાયો ખોલ્યા વિના મહેલ ચણનાર કોઈ જોયો ? કાતર મૂક્યા વિના આખા તાકામાંથી વસ્ત્રો બનાવનારના ચરણે ઝૂકવું પડે. ચપ્પાથી સમાર્યા વિના શાક બનાવનાર, રસોયો નહિ મળે. અરે, ખેતરમાં જઈને જુઓ ! અનાજને લણે ત્યાં જ ઝાપટે, વેપારીને ત્યાં આવે એટલે પાછું ઝપટાય. ત્યાંથી ઘરે આવે ત્યારે ફરી ઝાટકીને સાફ કરાય. પછી ભરડાય, દળાય, ટુંપાય, ખુંદાય પછી રોટલા, રોટલી, પૂરી, ભાખરી થાય. આ બધી માથાકૂટ શા માટે કરો છો ? મૂળિયાં જ કેમ ખાતા નથી ?

Loading...

Page Navigation
1 ... 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630