Book Title: Sangh Swarup Darshan Part 03
Author(s): Kirtiyashsuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 611
________________ ૫૯૦ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ માટે, કેવળ શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાના પાલન માટે જ આ શાસનમાં માતાપિતાનો ત્યાગ વિહિત છે, કે જેમાં પોતાનું તથા મા-બાપનું પણ હિત સમાયેલું છે. સૂત્રકા૨ મહર્ષિ માતા-પિતાના ઉપકારને તો દુષ્પ્રતિકાર કહે છે. યતિનો વેષ ધર્યો પણ સંસાર તજ્યો નથી : 1778 પૂજ્ય આચાર્ય શ્રી મુનિસુંદરસૂરિ મહારાજા ફરમાવે છે કે ‘હે યતિ ! જો તારે ગૃહસ્થો પ્રત્યે જ મમતા કરવી હતી તો ગૃહસ્થ એવાં તારાં મા-બાપ શું ખોટાં હતાં ? ઓ કમનસીબ ! તું તારાં માતા-પિતાને મૂકીને અહીં આવ્યો, તેમના પ્રત્યેનો પ્રેમ તરછોડ્યો અને અહીં પાછો અન્ય ગૃહસ્થો પ્રત્યે પ્રેમ વધારે છે તો એનું કારણ શું ? જો ગૃહસ્થોની ચિંતા તને ગમે જ છે, તો તારાં માતાપિતાની ચિંતા શી ખોટી હતી ? ખરેખર ! તેં યતિનો વેષ ધર્યો છે, પણ સંસાર તજ્યો નથી. પહેલાં તો તું માત્ર સામાન્ય પાપી હતો. પણ હવે તો તું મહાપાપી બન્યો છે. પહેલાં તો તું માત્ર તારા જ પાપે બંધાતો હતો અને હવે તો આખી દુનિયાના પાપથી બંધાય છે.’ આ રીતે માત્ર વાહવાહ ખાતર, ખમાસમણા આદિ માન-સન્માન ખાતર મા-બાપને તજનારને આ મહાત્મા ઓછો ફિટકાર નથી આપતા ! એ કહે છે કે, જો તારે ગૃહસ્થોની રાહે જ ચાલવું હતું, તો તારાં મા-બાપની રાહે ચાલવામાં તને શો વાંધો હતો ? શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાથી વિપરીત માર્ગે ચલાવનાર દુનિયાની સલાહ તને ગમે છે, તો તારાં મા-બાપની સલાહ તને કેમ ન ગમી ? મા-બાપ તો માત્ર પોતાની ખાતર તને સંસા૨માં રહેવાનું જ કહેતાં હતાં, કાંઈ શ્રી જિનાજ્ઞાથી વિપરીત વર્તવાનું કહેતાં ન હતાં. સાધુ, સંસાર ત્યજી કેમ નીકળ્યો છે ? દુનિયાની ચિંતા માટે સાધુ, સંસાર ત્યજીને નીકળ્યો છે, એવું માનતા જ નહિ. સાધુ તો પોતાના આત્મકલ્યાણ માટે અને પોતાના સહવાસીઓને એ આત્મકલ્યાણના માર્ગે યોજવા માટે જ નીકળે છે. મુનિ જો દુનિયાને રાજી રાખવા માગે તો આ શાસ્ત્રનાં પાનાં તેણે કબાટમાં મૂકી દેવાં પડે અને પોતાનો ઓઘો તેણે ખીંટીએ ભરાવવો પડે. ગૃહસ્થો તો દુપૂર છે. તેમને સહેજમાં રાજી રખાય તેમ નથી. તમે કાંઈ એકલા રોટલાના જ અર્થી છો ? તમારા લોભના ખાડા તો એટલા ઊંડા છે કે જેને ચક્રવર્તીઓ કે શ્રી તીર્થંકરદેવો પણ પૂરી ન શકે. સાધુ તમારા ખાતર આખા ધર્મનું સત્યાનાશ વાળે તો પણ તમને સંપૂર્ણ રાજી કરી ન શકે. જો તમે ધર્મના અર્થી થાઓ તો વાત જુદી, પણ હાલ તો વર્તમાનમાં તમે જે સ્વરૂપે રહ્યા છો તેને ધ્યાનમાં રાખી આ વાત થાય છે. સંસારના પ્રેમી અને

Loading...

Page Navigation
1 ... 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630