Book Title: Sangh Swarup Darshan Part 03
Author(s): Kirtiyashsuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 610
________________ HTTT – ૩૮ : તીર્થકરોને પૂજ્ય, આશાયુક્ત સંઘ - 118 ૫૮૯ શ્રીસંઘમાં આચાર્ય પ્રધાન છે. પણ તે દ્રવ્યાચાર્ય કે, નામાચાર્ય નહિ પણ ભાવાચાર્ય. એ ભાવાચાર્ય તેજ છે કે જે શ્રી જિનમતને પ્રકાશે. શ્રી જિનમત સિવાયની અન્ય વાતોને પ્રકાશિત કરનારાને તો ન દીઠા સારા. ભાવાચાર્ય કદી લોકચિંતા ન કરે. પૂજ્ય આચાર્ય શ્રી મુનિસુંદરસૂરિ મહારાજા અધ્યાત્મકલ્પદ્રુમમાં યતિઓને ઉદ્દેશીને જે ગાથા કહે છે તે સામાન્ય રીતે આપણે ગઈકાલે જોઈ ગયા. આજે જરા વિસ્તારથી ટીકા સાથે તેનો વિચાર કરીએ છીએ. તું સાધુ થયો છે ?' અહીં પહેલા તો પૂજ્ય આચાર્ય શ્રી મુનિસુંદરસૂરિ મહારાજા યતિને પૂછે છે કે, “તું સાધુ થયો છે ?” આ એવો પ્રશ્ન છે કે જેમ આપણે કોઈ સારા ઘરના માણસને પૂછીએ કે, ‘તું કોનો દીકરો ? કયા કુળનો ? અમુકનો દીકરો છતાં તારી આવી કાર્યવાહી ?' આ સાંભળીને પેલો જાતવાન હોય તો એનું મોં જરૂ૨ નીચું થાય. એ જ રીતે યતિવેષમાં રહેલાને પૂછે કે, “તું સાધુ થયો છે ? યતિવેષ ધરીને લોકની ચિંતા ?' આ સાંભળી ખાનદાન સાધુની પણ એવી જ સ્થિતિ થાય. આગળ વધીને પૂજ્ય આચાર્ય શ્રી મુનિસુંદરસૂરિ મહારાજા ફરમાવે છે કે, ઘરબાર મૂકી, નવ માસ સુધી ગર્ભમાં ધારણ કરનાર માતાને રોવરાવી, પાલક પોષક અને ભણાવી ગણાવી મોટર કરનારાં મા-બાપને રડતાં મૂકી તું અહીં આવ્યો શા માટે ? જો અહીં આવીને પણ લીકની ચિંતા કરવી હતી તો માબાપની સેવામાં લાભ ન હતો ? દુનિયાથી પૂજાવા માટે, લોકની વાહવાહ મેળવવા માટે જો તું માતા-પિતાને રોવરાવીને આવ્યો હો તો તારા જેવો પાપી જગતમાં કોઈ નથી.” એવાને આ મહાત્મા કપૂત કહે છે. “માને પેટે પથ્થર પાક્યો” એવી કહેવત એવાને માટે યોગ્ય જ છે. માનપાન માટે માતા-પિતાને તજીને સંયમ લેનારા તો શાસન માટે ભારભૂત છે. એવાઓ અહીં આવીને પ્રભુશાસનનું ઉકાળે શું ? જે નિકટના ઉપકારીને ન માને તે દૂરના ઉપકારીને શું માનવાના હતા ? દૂધ પાઈને મોટા કરનારને જે ધક્કો મારે તે વળી શ્રી જિનેશ્વરદેવને પૂજવાના હતા ? માતા-પિતાનો ત્યાગ ક્યારે ? જૈનશાસન કાંઈ મા-બાપનું વૈરી નથી. મા-બાપની મર્યાદા જાળવવાનો નિષેધ આ શાસનમાં નથી. આ શાસનમાં તો ક્યાંય પણ મર્યાદાના લોપની વાત નથી. ઉપકારીના ઉપકારનો બદલો તો જાત વેચીને પણ વાળવાનું આ શાસન ફરમાવે છે. પોતે ભૂખ્યા રહીને પણ માતા-પિતાની તથા અન્ય ઉપકારીઓની ભક્તિ કરવાનું આ શાસનમાં ખાસ વિધાન કરેલું છે. કેવળ મોક્ષની સાધના

Loading...

Page Navigation
1 ... 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630