Book Title: Sangh Swarup Darshan Part 03
Author(s): Kirtiyashsuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 609
________________ ૫૮૮ - સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ કયો સંઘ પૂજ્ય છે? અનંત ઉપકારી સૂત્રકાર પરમર્ષિ શ્રી દેવવાચક ગણિવરજી નંદીસૂત્રની ટીકામાં શ્રીસંઘની સ્તુતિ કરતાં તેની આઠ વસ્તુ સાથે સરખામણી કરે છે, તે આપણે જોઈ ગયા. એ સરખામણીમાં તેઓશ્રીએ ફરમાવ્યું હતું કે, શ્રીસંઘ એ ધર્મીજનોને આશ્રયભૂત નગર સમાન છે, આંતરશત્રુઓને છેદવા માટે ચક્ર સમાન છે, સંસારરૂપી અટવીથી પાર ઉતારી મોશે પહોંચાડવા માટે રથ સમાન છે, સંસારરૂપી અટવીથી પાર ઉતારી મોશે પહોંચાડવા માટે રથ સમાન છે, જગતમાં સુવાસ ફેલાવવા માટે કમળ સમાન છે, સમગ્ર વિશ્વને શાંતિ પમાડવા માટે ચંદ્ર સમાન છે, સંપૂર્ણ જગતના પદાર્થોને પ્રકાશવામાં તથા અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરવામાં સૂર્ય સમાન છે, ગુણરૂપી અનેક રત્નોં આખા જગતને પમાડનાર રત્નાકર છે અને આખા જગતમાં મધ્યવર્તી હોવાથી મેરૂ સમાન છે. આવો શ્રીસંઘ શ્રી જિનેશ્વરદેવ પછી તરત જ પૂજ્ય છે. એના આધારે જ શાસન છે. એ શ્રીસંઘના જેટલાં ગુણગાન ગવાય તેટલાં ઓછાં છે. આપણે એ બધું જોઈ ગયા, પછી પૂજ્ય આચાર્ય શ્રી હરિભદ્રસૂરિ કૃત સંબોધ પ્રકરણમાં શ્રીસંઘ વિષે જે વર્ણન કરવામાં આવ્યું તે વિચારીએ છીએ. કયો સંઘ, સંઘ નથી ? અહીં સૂરિપુરંદર આચાર્ય શ્રી હરિભદ્રસૂરિ મહારાજાએ શ્રીસંઘના સ્વરૂપને પ્રતિપક્ષ લઈને વધારે સ્પષ્ટ કર્યું છે. તેઓશ્રી ફરમાવે છે કે, સ્વચ્છંદાચારી, આજ્ઞાભ્રષ્ટ, દેવદ્રવ્યાદિનું ભક્ષણ કરનાર, ઉન્માર્ગના પક્ષકાર, અનીતિ-અધર્મ અને અનાચારને સેવનાર, સેવરાવનાર તેમજ સેવતાને સારા કહેનાર અને ધર્મનીતિથી પ્રતિકૂળ વર્તનાર એવા મોટા સમુદાયને પણ સંઘ ન ગણાય. એ સમુદાયમાં વેષધારી સાધુ-સાધ્વીની ભલે મોટી સંખ્યા હોય, દુનિયામાં સારાં કહેવાતાં શ્રાવક-ક્ષાવિકાનું મોટું ટોળું પણ ભલે એમાં હોય તો પણ એને સંઘ ન કહેવાય. શ્રી જિનેશ્વરદેવનો સંઘ મા-બાપ તુલ્ય છે, મોક્ષમહેલના સ્થંભ તુલ્ય છે. પણ એ સંઘ તે કહેવાય કે જે શ્રી જિનેશ્વરદેવની આજ્ઞામાં હોય. આજ્ઞાવિહીન સંઘ તો સર્પ જેવો ભયંકર છે. આજ્ઞાભંગની પ્રવૃત્તિને મનવચન-કાયાથી સહાય કરનારા પણ એટલા જ દોષના ભાગીદાર છે. આજ્ઞાભંગને જોવા છતાં જેઓ મધ્યસ્થપણાનો દેખાવ કરીને છતી શક્તિએ મૌન રહે છે, તેઓ અવિધિ અનુમોદે છે અને તેથી પોતાનાં વ્રતોનો લપ કરે છે. ગર્ભપ્રવેશ સારો, નર્કાવાસ સારો પણ આવા પાપી સંઘોમાં રહેવું એ અતિશય ભયંકર છે.

Loading...

Page Navigation
1 ... 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630