Book Title: Sangh Swarup Darshan Part 03
Author(s): Kirtiyashsuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 612
________________ 1779 - ૩૮ તીર્થંકરોને પૂજ્ય, આશાયુક્ત સંઘ - 118 – ૫૯૧ વિષયકષાયમાં ડૂબેલા સમજીને આ વાત કરાય છે. જો તમે સાધુપણાના પ્રેમી થાઓ તો તો તેમને સાધુની કે શાસ્ત્રની કડવી વાતો પણ મીઠી લાગે. સાધુપણાના પ્રેમીને તો આગમનો એક-એક અક્ષર પણ રાજી કરવા માટે પૂરતો છે. આ શાસ્ત્ર એ તો આનંદનો સાગર છે. જૈનશાસન પામેલાએ આનંદ શોધવા જવો ન પડે, પણ તમે તો સંસારના રસિયા છો, વિષય કષાયમાં લીન છો. સંસારની પ્રવૃત્તિઓમાં તલ્લીન છો, એટલે તમને રાજી કરવા દુષ્કર છે. સાધુની નિંદા કરે તે સાધુ ન રહી શકે? - પૂજ્ય આચાર્ય શ્રી મુનિસુંદરસૂરિ મહારાજા તો કહે છે કે, હવે એ સાધુ મહાપાપી બન્યો, કેમ કે ગૃહસ્થો ઘરમાં રહીને પોતાના તથા પોતાના કુટુંબીઓનાં ખાનપાન, સારસંભાળ આદિ માટે પ્રવૃત્તિ કરતાં જે પાપ બાંધે તેનાથી કેટલાય ગણું પાપ સાધુ ગૃહસ્થોની ચિંતા કરવાથી બાંધે. સાધુને તો વસુધેવ કુટુમ્બકમ્' થયું એટલે આખી દુનિયાની ભાંજગડ એને ઊભી થઈ. ગૃહસ્થને તો પોતાના બે-ચાર ચોપડા રાખવા પડે. જ્યારે ગૃહસ્થોની ચિંતામાં પડેલા મુનિને તો બધાના ચોપડા રાખવા પડે. જ્યાં જાય ત્યાં લોકોના રગડાઝઘડા પતાવવામાં પડનાર મુનિ ગુરુ મટી ગોર બને. ભાઈ-ભાઈની વહેંચણીના ઝઘડામાં પડીને મુનિ એમના હાંલ્લા વહેંચી આપવાના કામમાં પડે ? એ બધી આરંભાદિ પાપક્રિયાનાં દોષ કોને લાગે ? સાધુએ ગૃહસ્થોને કદી પોતાના ન માનવા જોઈએ. ગૃહસ્થોને કદી એ પોતાના બનાવી શકવાના જ નહિ, જો બનાવી શકે તો આપણે એમના પગ પૂજીએ. સભાઃ “સાધુ સાધુની નિંદા કરે તો દોષ ન લાગે ?' સાધુની નિંદા કરનારને સાધુ કહેવાય જ નહિ. તેથી આ પ્રશ્ન જ અસ્થાને છે. સાધુ કદી સાચા સાધુની નિંદા કરતા જ નથી. સાધુની નિંદા કરનારો તો દુનિયાના પાપીથી પણ વધારે પાપી છે. કોઈની નિંદા કરે તે પણ સાધુ ન રહી શકે તો સાધુની નિંદા કરે તે સાધુ શી રીતે રહી શકે ? નિંદા તો નવરા હોય તે કરે ? અહીં વેષધારીની કે કોઈની પણ નિંદા ચાલતી નથી. પણ આ મહાત્મા જે કહે છે તેનું સ્પષ્ટીકરણ ચાલે છે. નિંદા તો નવરા હોય તે કરે, કમનસીબ હોય તે કરે. આત્મકલ્યાણ કરવાનું મૂકી નિંદા કરવામાં કયો બેવકૂફ પડે ? પણ જો સત્ય સ્વરૂપના પ્રકાશનને નિંદા કહેતા હો તો અમારા પૂર્વજો, પૂર્વના આચાર્યો જેમ નિંદક હતા તેમ અમે પણ એવા નિંદક તો છીએ જ. ખોટા નિંદક તો સાચા માત્ર હોય. જેટલા સજ્જન એટલા બધા દુર્જનતાના દુશ્મન.

Loading...

Page Navigation
1 ... 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630