Book Title: Sangh Swarup Darshan Part 03
Author(s): Kirtiyashsuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 607
________________ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ અર્થ : મહત્તા માટે અને મમત્વપણાથી સંઘ - (સાધુ-સાધ્વી, શ્રાવકશ્રાવિકા લક્ષણ સંઘ) લોકોમાં પણ સાવદ્ય વાંછે છે, પણ શું સોનાની છરી હોય તે પેટમાં મારવામાં આવે ત્યારે તે એક ક્ષણવારમાં પ્રાણનો નાશ કરતી નથી ?’ ||૧|| ૫૮૭ 1774 સંઘમાં મોટા તરીકે ખપવા માટે, મમત્વ બુદ્ધિથી કે આજીવિકા માટે, માનપાન માટે મુનિ દુનિયાદારીની વાતો ન કરે. સોનાની પણ છરી પેટમાં ન મરાય, મારે તો પ્રાણ લે. સંઘના નાયક (આચાર્ય કે મુનિ)થી લોકચિંતા ન થાય. સંઘની પણ એવી ચિંતા ન થાય કે જે પાપવાળી હોય. સંયમ એ જીવનના સ્થાને છે અને દુન્યવી વ્યવહારની ચિંતા એ શસ્ત્રના સ્થાને છે, મોટાઈની ભાવનાથી દુનિયાનાં કાર્યોની ચિંતાથી સંયમપ્રાણનો નાશ થાય છે. ભાવાચાર્ય લોકચિંતા ન કરે. બધા સંસારસાગરથી તરે એ જ એક એમની ભાવના હોય.'પ્રયત્નો પણ એમના એ જ હોય. જેટલા તરવા આવે એટલાને એ સ્વીકારે, જે ન આવે અને ત્યાં જ રહે તેને ત્યાં રહ્યું સધાય તેવો માર્ગ બતાવે અને એ પણ માનંવા જે તૈયાર ન હોય તેને ‘તસ્ય માત્ત્વમ્’ કહી ત્યાં મધ્યસ્થ ૨હે : સમયને આડો ધરી શાસ્ત્રની વાત માનવા તૈયાર નથી : અહીં કહે છે કે ભાવાચાર્ય તે કે જે શ્રી જિનમતને પ્રકાશે. અધ્યાત્મકલ્પદ્રુમની આ ગાથાના આ અર્થને એના ભાષાંતરકારે પણ લખ્યો છે અર્થાત્ એમને લખવો પડ્યો છે. ટીકાકારશ્રીએ એ વાતને એટલી સ્પષ્ટ કરી છે કે એ લખ્યા વિના છૂટકો જ ન થાય. જો કે આજે એ લોકો આ વાત માનવા તૈયાર નહિ થાય. એ તરત કહેશે કે ‘મુનિસુંદરસૂરિ તો સોળમી સદીમાં થયા. આ વીસમી સદીમાં એમની વાતો ન ચાલે.' આ રીતે સમયને આડો ધરે છે. કાળ ફરે તેમ ફરવું એટલું જ એમને ગમે છે. એ તો એમ પણ કહી દે કે ‘તમારી બધી વાત ખરી, પણ આજે ધર્મ તો ગયો ગુફામાં. અનુકૂળતા હોય તો ધર્મ થાય, પ્રતિકૂળતામાં ધર્મ કેવો ?’ સર્વજ્ઞનાં વચન ખોટાં કહેનાર જૈન તરીકે રહેવા લાયક નથી : પણ તમે સમજી રાખો કે સર્વજ્ઞનાં વચન સર્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ જોઈને કહેવાયાં છે. એને ખોટાં કહેનાર જૈન તરીકે રહેવા લાયક નથી. આ વિષયમાં શાસ્ત્રકાર ભગવંત હજી પણ વિશેષ શું ફ૨માવે છે તે હવે પછી. #

Loading...

Page Navigation
1 ... 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630