Book Title: Sangh Swarup Darshan Part 03
Author(s): Kirtiyashsuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 606
________________ 1TS - ૩૭ઃ જૈનાચાર્યોનું કર્તવ્ય અને જૈનશાસનની મર્યાદા - 117 – ૫૮૫ બાંધી રહ્યા છે. એ ટીકા કરનારાના બત્રીસે દાંત પડી જવાના છે. જ્ઞાની પોતાનાં જ્ઞાનચક્ષુથી બધું જોઈ રહ્યા છે. ગરમ રેતીમાં પગ મૂકી ચાલનારા મુનિને આ લોકમાં અને પરલોકમાં એ સુખી દેખે છે. કેમ કે આ લોકમાં એ મુનિએ પોતાના શરીર પરની મમતા ઉતારી નાંખી છે અને પરલોકમાં એને માટે સુખ નિયત છે. રત્નજડિત સિંહાસને બેઠેલા ચક્રવર્તીને જ્ઞાની સુખી નથી દેખતા. એ સિંહાસન દરેકને ઈર્ષ્યા ઉત્પન્ન કરે એવું હોવા છતાં જ્ઞાની એ સિંહાસનના રને રને ઝેર વ્યાપેલું જુએ છે અને એના પર બેસનારને ગબડવાનો છે” એમ જોઈ રહ્યા છે. માટે “સાયં સંસાર'ની બૂમથી એમના મુકુટ ફેંકી દેવરાવ્યા છે. શ્રી જિનેશ્વરદેવનો સાધુ એ ભિખારી નથી : એ અનંતા કરુણાના સાગર પરમાત્માએ એ બૂમ તમારા પ્રત્યેની દયાથી પાડી છે. એમના પર ગુસ્સો ન કરો. એમને ગાળો ન દો. એમણે સંસારને ખારો કહ્યો તે તમારા જીવન ખારાં બનાવવા માટે નહિ પણ મીઠાં બનાવવા માટે કહ્યો છે, એ વાત જરા સમજો. અનંત વસ્તુને જોયા પછી અનંતજ્ઞાનીનાં વચનો નીકળ્યાં છે. એમણે જે બધાને સાધુ બનાવ્યા છે તે સાધુ કાંઈ ભિખારી નથી. શ્રી જિનેશ્વરદેવના સાધુઓને ભિખારી કહેનારા પોતે ભિખારી અને કંગાલ છે. તમે લોકો દિવસમાં કેટલાને સલામ ભરો છો ? કેટલાની દાઢીમાં હાથ ઘાલો છો ? સાધુએ કોઈને સલામ ભરી ? અમે તો ભિક્ષાએ નીકળીએ, “ધર્મલાભ” આપીએ અને મળે ત્યાંથી લઈએ. ભિક્ષા-ગોચરી એ તો સાધુનો ધર્મ છે. શ્રી જિનેશ્વરદેવનો સાધુ એ ભિખારી નથી. પણ બાદશાહનો પણ બાદશાહ છે. ચતિવેષ આજીવિકા માટે ન બનાવાય ? આ મહાત્મા કહે છે કે લોકોની ચિંતામાં આચાર્ય કે મુનિ ન પડે. જો આ યતિવેષ આજીવિકા માટે બનાવ્યો તો એને માટે પરલોકમાં દુર્ગતિ સહેલામાં સહેલી છે, એમ આ મહાત્મા ફરમાવે છે. એ દુર્ગતિ કોઈ ન રોકી શકે તેવી છે એમ ભારપૂર્વક અધ્યાત્મ કલ્પદ્રુમના રચયિતા એવા આ મહાત્મા કહે છે અને એમ કહીને એવા મુનિઓને તેઓશ્રી ચેતવે છે. કહે છે કે – कथं महत्वाय ममत्वतो वा, सावधमिच्छस्यपि संघलोके ? । न हेममय्यप्युदरे हि शस्त्री, fક્ષતા ક્ષતિ ક્ષાતોડAસૂ વિમ્ ? રરૂ૦ . .

Loading...

Page Navigation
1 ... 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630