Book Title: Sangh Swarup Darshan Part 03
Author(s): Kirtiyashsuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 604
________________ 11 – ૩૭ઃ જૈનાચાર્યોનું કર્તવ્ય અને જેનશાસનની મર્યાદા - 117 – ૫૮૩ ખર્ચા રાખતો હોય તે બંધ કરે. એવી બધી ચીજો વિના ન ચાલે એમ એ ન કહે. દેવું કરીને પણ ચહા પાણીના ખર્ચા રાખવાનો મોખ એને ન હોય. પગારમાં કાપ આવે તો ઘી ખાવું એ બંધ કરે. ઘરની સ્ત્રીને પણ કહી દે કે, “હોય તેમાંથી ચલાવવાનું, ભીખ માંગીને ઘી નહિ ખવાય.” આજની હાલત તો બહુ ભયંકર છે. દેવું કરીને પણ ખર્ચા ચાલુ રાખે અને પછી હાથે કરીને દુઃખી થાય અને લોકોનાં અપમાન વેઠે. એને કોઈએ દુઃખી નથી કર્યો પણ પોતે જ દુઃખી થયો છે. નવકાર ગણનારો પણ તે જ દુઃખી ન થાય કે જે નવકારને માનનારો હોય અને પ્રસંગાનુસાર જીવી જાણનારો હોય. સર્વજ્ઞદેવનો સમયધર્મ: શ્રી સર્વજ્ઞદેવનો સમયધર્મ તે આ છે. તમને દયાળુઓને દુનિયાની બેકારી સાલે છે ? જો ખરેખર સાલતી હોય તો આ બધા રંગરાગ, હોટેલ, સિનેમા, નાટક ચેટકના ખર્ચા ચાલુ હોત ? પગે ચાલીને પહોંચાય ત્યાં વાહનના ખર્ચાની જરૂર શી ? એ બધા પૈસાના બચાવથી તો કોઈની બેકારી ટાળી શકાય. પણ જેના હૈયામાં ધર્મ વસ્યો હોય તે આ કરી શકે. આ તો કોઈ શિખામણ આપે તેય બહેરા કાને અથડાય. પોતાનો દિકરો માંદો પડે તો મોટા સર્જનને બોલાવે. પણ પાડોશીનો છોકરો માંદો પડે અને સ્થિતિ સામાન્ય હોય તોયે ત્યાં સામું પણ ન જુએ એ કેવી દયા કહેવાય ? આ બતાવે છે કે શ્રી જિનેશ્વરદેવનું શાસન હજી પરિણામ પામ્યું નથી. શાલીભદ્રનો જીવ પૂર્વભવમાં રબારીનો બાળક, શ્રીમંત પાડોશીને ત્યાં ખીર બનેલી જોઈ મા પાસે આવી ખીર માટે કજિયા કરે છે. ગરીબ મા ખીર ક્યાંથી લાવે ? એટલે એ પણ ભેગી રડવા બેસે છે. બાળકનો કજિયો સાંભળી એને પણ રડવું આવી જાય છે. પાડોશણો આ સાંભળી તરત ત્યાં ભેગી થઈ જાય છે અને કોઈ દૂધ, કોઈ સાકર, કોઈ ચોખા ને કોઈ ઘી લાવીને આપી જાય છે. આજે આવા પાડોશી મળે ? તમે તો લાગ આવે તો પાડોશીનું મકાન ખાલી કરાવી કબજે લેવાની જ વેતરણમાં હો. સ્વાર્થી પ્રેમીઓ ધર્મ માટે નાલાયક છેઃ હમણાં એક દાખલો તાજો વાંચવામાં આવ્યો. એક ગૃહસ્થનો દીકરો પરગામ ગયેલો; કેટલાક મહિના પછી એ ગૃહસ્થ બહારગામ ગયો અને ત્યાં સ્ટેશન પરની ધર્મશાળામાં રાત્રે સૂતો હતો. જોગાનુજોગ એનો દીકરો કોઈ કારણસર ઓચિંતો ઘરે આવવા નીકળેલો તે પણ એ જ ધર્મશાળામાં બાજુની જ રૂમમાં સૂતો હતો. એકબીજાને આ વાતની ખબર નથી. મધ્ય રાત્રે છોકરાને પેટમાં અસહ્ય પીડા ઊપડી અને રાડો પાડવા લાગ્યો ત્યારે આ ગૃહસ્થ પોતાની

Loading...

Page Navigation
1 ... 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630