Book Title: Sangh Swarup Darshan Part 03
Author(s): Kirtiyashsuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 602
________________ 1789 – ૩૭ઃ જૈનાચાર્યોનું કર્તવ્ય અને જૈનશાસનની મર્યાદા - 117 – ૫૮૧ સેવામાં અસંખ્યાતા ઇંદ્રો હતા. એક પણ પાપનું સાધન ઊભું ન રહે એવી વ્યવસ્થા કરવાની ભગવાને એમને આજ્ઞા કરી ? ન જ કરી. સંસારમાં પાપનાં મૂળિયાં તો બહુ ઊંડાં છે, પાપનાં મૂળિયાંથી તો દુનિયા ભરેલી છે. વિના વાવ્ય એ ઊગે એવાં છે. જંગલમાં ઘાસ ઊગે છે તે કોઈ વાવવા ગયું હતું ? ત્યાજ્યના નાશના પ્રયત્નથી, ત્યાં અગ્નિ મૂકવાની વાતોથી પાપનો નાશ તો નહિ થાય. પણ ઉપરથી તે આત્મામાં ઢગલાબંધ પાપ ભરાશે. હિંસકોના નાશથી હિંસા બંધ ન થાય. પણ ઊલટી હિંસા વધે છે. દુશ્મનનો નાશ કરવા જતાં આત્માની દુશ્મનાવટ વધે છે. દુશ્મનને સમજાવવાનો પ્રયત્ન થાય તો દુશમન પણ મિત્ર બને. પણ એમ ન કરતાં એને નિર્બળ માનીને દબાવવામાં આવે તો એ વખતે ભલે એ ન બોલે પણ ભવિષ્યમાં બળવાન બનીને એ સામો આવવાનો. નબળાને ધોલ મારો તો એ વખતે તો એ ખાઈ લે પણ મનમાં ગાંઠ વાળે કે, બચ્ચા ! અત્યારે ધોલ ખાઈ લઉં છું. પણ વખત આવવા દે.” જંગલનો ભીલ બજાર વચ્ચે તો વેપારીની બધી વાતમાં હા, હા કરે, ખાતું પાડી આપે, ચાર ગણા કહે તો ચાર ગણા લખી આપે, કેમ કે એ સમજે છે કે બજાર વેપારીની છે, પોલીસ પણ વેપારીની છે માત્ર પોલીસની કડી પહેરવા માટે હાથ પોતાના છે માટે એ ભીલ ત્યાં નરમ થેંસ થાય છે. પણ મનમાં નક્કી કરે છે કે, “બચ્ચા ! બહાર જંગલમાં એકલો નીકળજે ત્યારે ઘામાં ન લઉં તો મારું નામ યાદ કરજે.” પાપકારી વસ્તુ પરથી પ્રેમ ઉઠાવો: એટલે જે વસ્તુ નાશક છે, પાપકારી છે, ત્યાજ્ય છે એની નાશની વાતો ન કરો. પણ એની પરથી પ્રેમ ઉઠાવો, એની મમતા તજો, એનો સંગ છોડો. છતાં જો એ તમારી પાછળ પડે તો એ કોઈ રીતે ન નડે તેવા દૂરના પ્રદેશમાં તમે ચાલ્યા જાઓ. બલભદ્રમુનિએ પોતે ગામમાં ન આવવાનો નિયમ કર્યો અને પછીની આખી જિંદગી વનમાં ગાળી. પાપના નાશથી ધર્મ થાય એ ન ભૂતો ન ભવિષ્યતિ. જ્ઞાનીએ કહેલા અહિંસાના સ્વરૂપને સમજ્યા વિના, હિંસાઅહિંસાના ભેદને તથા જીવ-અજીવના સ્વરૂપને જાણ્યા વિના આ દુનિયામાં સાચો અહિંસક કોઈ થયો નથી, થતો નથી અને થશે પણ નહિ. ....એવો જીવ કોઈ કાળે તત્ત્વ ન પામે જેને જીવ-અજીવનો ખ્યાલ નથી, જેને સંસારના સ્વરૂપ અને મુક્તિના સ્વરૂપની ખબર નથી, જેને સંસારનાં સાધનો તથા મુક્તિનાં સાધનોની ઓળખ નથી, જેને સુખ તથા દુઃખના સ્વરૂપની જાણ નથી, જેને સુખ તથા દુઃખનાં કારણોનું જ્ઞાન નથી, જેને પુરુષાર્થ અને ભાગ્યના ભેદની સમજ નથી, પુરુષાર્થ

Loading...

Page Navigation
1 ... 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630