Book Title: Sangh Swarup Darshan Part 03
Author(s): Kirtiyashsuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 603
________________ (૫૮૨ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ 10 એટલે શું ? અને ભાગ્ય એટલે શું ? ક્યાં પુરુષાર્થ કરાય અને ક્યાં ભાગ્ય પર હાથ દેવાય એનું પણ જેને ભાન નથી અને મારું શું? અને પારકું શું ? એનો પણ જેને વિવેક નથી એ કદી તત્ત્વ પામે ? કોઈ કાળે એ તત્ત્વ ન પામે. એકલો પુરુષાર્થ મુક્તિ માટે જ કામનો છે: જીવ દુઃખી કેમ ? સુખ માટે મરવા તૈયાર છે છતાં સુખ એને મળતું કેમ નથી ? સંસાર ભયંકર છતાં એની પાછળ કેમ દોડે છે ? આવો કદી. આત્મા સાથે વિચાર કર્યો ? મા-બાપ કે ઘરની સ્ત્રી ઊભો ન રહેવા દે છતાં એવા સંયોગોમાં પણ “મારાં મા-બાપ” અને “મારી સ્ત્રી’ એમ કર્યા કરે એવો મોહ શાથી ? સ્ત્રી ભાગીને પારકે ઘરે જતી રહે તોય એની પાછળ પાગલ થનારા કેમ ? ખુરશી પર બેઠેલો એક મિનિટમાં હજારો કમાય અને એક આખો દહાડો મજૂરી કરવા છતાં સાંજે પેટ પૂરતું પણ ન પામે એનું કારણ શું ? આ બધી, શાની ખામી એ વિચારો તો તરત માર્ગ સૂઝે પણ આ બધું વિચારવાની ફુરસદ છે ? કલિકાલસર્વજ્ઞ આચાર્ય ભગવાન શ્રી હેમચંદ્રસૂરિશ્વરજી મહારાજા એક સ્થાને એવા ભાવનું ફરમાવે છે કે – , નાશવંતા વિષયો માટે આત્મા યુવાવસ્થામાં જે રીતે આચરણ કરે છે એવી આચરણા જો મુક્તિ માટે કરે તો આ સંસારમાં પાપનું અસ્તિત્વ જ ન રહે. વિષયોને ઘરમાં પૂરીને તાળાં દઈ દ્યો તો ન છૂટે એ કેમ બને ? એકલો પુરુષાર્થ મુક્તિ માટે જ કામનો છે, બીજે બધે નકામો છે. બીજે તો પુરુષાર્થ કરે ને ભાગ્ય હોય તો જ ફળે, ભાગ્યના અભાવે એ ન ફળે પણ ઊલટો આત્મા ગભરાય અને અંતરાય વધે. અજીર્ણ થાય ત્યારે ખોટી ભૂખ તો લાગે. પણ ઓછું ખાય અગર ડાહ્યો બની એકાદ બે ઉપવાસ કરે તો પથારીમાં પડતો બચી જાય. પણ ભાન રાખ્યા વગર ત્રણ દહાડા ઉપરાઉપરી ખા ખા કરે તો ચોથે દહાડે ડૉક્ટર બોલાવવો પડે. “મારો માલ મેં ખાધો એમાં બીમારી કેમ આવી ?' એવી દલીલ ત્યાં ન ચાલે. તમને બધાને એક જાતનું અજીર્ણ થયું છે. ખાવાપીવામાં, પહેરવા-ઓઢવામાં તમામ બાબતમાં અજીર્ણ થયું છે. તમે ઢોંગી પણ બની જાણો છો. લગ્નાદિ પ્રસંગે કે તહેવારોમાં સારા દેખાવાનો ઢોંગ તમને બહુ ગમે છે. જે સ્થિતિ છે તેમાં જીવી જાણતા નથી માટે દુઃખી થાઓ છો. જે સ્થિતિ છે તે પ્રમાણે જીવી જાણો તો કદી દુઃખી ન થાઓ એ જૈનશાસનનો સિદ્ધાંત છે. લક્ષ્મી ચાલવા માંડે ત્યારે ધર્મી આત્મા ગભરાય નહિ. એ તો માને કે જવાની જ હતી. એને મારી માનવામાં જ મેં મૂર્ખાઈ કરી હતી. એની સાથે ગાઢ દોસ્તી કરવામાં તો મેં મારી અક્કલનું લિલામ કર્યું હતું. લક્ષ્મી જાય એટલે ડાહ્યો માણસ ખર્ચ પર કામ મૂકે.ચાહ પાનના

Loading...

Page Navigation
1 ... 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630