Book Title: Sangh Swarup Darshan Part 03
Author(s): Kirtiyashsuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 601
________________ - ૫૮૦ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ - યોજનાપૂર્વકની હિંસા મનુષ્ય જ કરે: હિંસકોના નાશનો જો સિદ્ધાંત સ્વીકારાય તો પહેલો નાશ મનુષ્યનો જ કરવાનો રહેશે. મનુષ્ય જેટલી હિંસા કોઈ કરી શકતું નથી. યોજનાપૂર્વક હિંસા મનુષ્યો જ કરી શકે છે, તિર્યંચો નહિ. તિર્યંચ વિફરે અને મારે તો બહુ બહુ તો સો બસોને મારે જ્યારે મનુષ્ય ક્ષણમાં લાખોની કતલ કરે; કારણ મનુષ્યબુદ્ધિનો નિધાન છે. સુરંગો ખોદી તેમાં અગ્નિ મૂકે, ઉપરથી શિલા ગોઠવે અને વચ્ચેનાનો કચ્ચરઘાણ કાઢે. રાજા બાદશાહોનાં યુદ્ધોમાં આવાં પ્રપંચો ખેલાતાં. પોતાનું લશ્કર દેખાવમાં ઓછું રાખે અને પહાડોમાં આજુબાજુ ચારે તરફ છૂપું ગોઠવી દીધું હોય; પહાડની વચ્ચે સાંકડી જગ્યામાં દુશ્મનનું લશ્કર પેસે કે ચારે તરફથી એને ભરડામાં લઈને એના પર તૂટી પડે અને એક પણ દુશ્મનને જીવતો જવા ન દે. જંગલી ગણાતાં પ્રાણીઓએ આવી વ્યુહરચના કરી સાંભળી છે? મનુષ્યોએ આવા બૃહ ગોઠવી કતલ ચલાવી છે. એક સિંહ તેના જીવનમાં કેટલી હત્યા કરે અને એક હિંસક બનેલો મનુષ્ય તેના જીવનમાં કેટલી હત્યા કરે ?' સંસારનો ત્યાગ કરાય પણ એનો નાશ ન કરાય ત્યાજ્ય પ્રત્યે નાશની ભાવના ન હોય. કોઈનું રૂપ જોતાં પોતાની આંખમાં વિકાર થાય માટે તેની હત્યા કરવાના વિચારો ન થાય. બલભદ્રમુનિ દીક્ષા લીધા પછી એક વખતમાં ગામમાં પધાર્યા ત્યારે એમના રૂપને જોઈને ભાન ભૂલેલી એક સ્ત્રીએ ઘડાને બદલે બાળકના ગળામાં દોરડાનો ગાળિયો ભરાવ્યો. મુનિએ સ્ત્રીને સાવધ કરી બાળકને બચાવ્યું. પણ તે દિવસથી ગામમાં ભિક્ષાએ નહિ આવવાનો નિયમ કર્યો. શ્રી જિનેશ્વરદેવની દૃષ્ટિએ સંસાર આખો ત્યાજ્ય છે. એને તજાય પણ એનો નાશ ન કરાય. ત્યાજ્યના વિચાર ધર્મીના છે, નાશના વિચાર અધર્મીના છે, ક્રૂરતામાંથી જન્મેલા છે. તમને બંગલો છોડવાનું કહું. પણ તમારો બંગલા પરનો મોહ ન છૂટે તો એને ઘાસલેટ છાંટી સળગાવી મૂકવાનું ન કહું. એ તો મહાઅધર્મ કહેવાય. વૈરાગ્ય પેદા કરવા માટે બંગલાને અસાર કહીએ, શ્રી જિનેશ્વરદેવે આપેલાં દૃષ્ટાંતોથી સમજાવીએ. છતાં ન માને તો એનું ભાગ્ય !” એમ કહીને તેની ઉપેક્ષા કરીએ. પણ બંગલાના નાશની ઇચ્છા ન કરીએ. બંગલાના નાશની ઇચ્છા ન કરી કે સામાનું તો કલ્યાણ થાય ત્યારે ખરું પણ આવી ઇચ્છા કરનારનું તો કલ્યાણ ગયું સમજવું. - સંસારમાં પાપનાં મૂળિયાં તો ઊંડાં છે: એવી રીતે પાપનાં સાધનોનો નાશ કરવા કોઈ બેસે તો એનો પાર આવે ખરો ? સંસાર કોઈ દિવસ પાપનાં સાધનો વિનાનો હોય ? શ્રી જિનેશ્વરદેવની

Loading...

Page Navigation
1 ... 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630