Book Title: Sangh Swarup Darshan Part 03
Author(s): Kirtiyashsuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 605
________________ ૫૮૪ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ ઊંઘ બગાડવા માટે પેલાને મનમાં ને મનમાં ગાળો દેવા લાગ્યો. પણ એને જરાયે દયા ન આવી કે ઊઠીને જોઉં તો ખરો કે એને શું થયું છે ? એને તે વખતે થયું કે, ‘આવા તો ઘણા મફતિયા એમના પાપે પીડાતા હોય તેમાં આપણે શું ?’ એમ વિચા૨તો એ સૂઈ જ રહ્યો. પેલો તો રાત્રે પીડામાં ને પીડામાં મૃત્યુ પામ્યો. સવારે બારણાં તોડીને જોયું તો આ તો પોતાનો જ દીકરો મરી ગયો હતો. પસ્તાવાનો પાર ન રહ્યો અને પોક મૂકીને રડવા લાગ્યો. એ કમનસીબને રાત્રે દયા ન આવી અને અત્યારે દયા આવી ગઈ એમ ? ના, આ તો હવે સ્વાર્થ રડાવતો હતો. આવા સ્વાર્થી પ્રેમીઓ ધર્મ માટે નાલાયક છે. 1772 જ્ઞાનીઓ જ્ઞાનચક્ષુથી દુનિયા આખીને દુઃખી જુએ છેઃ આત્મા પોતે પોતાના સ્વરૂપમાં રહે તો સુખી થાય એવો વિચાર તમને કદી આવ્યો ? આજે તો શ્રીમાન અને દરિદ્રી બેય રૂવે છે. એક મળેલા પૈસા જાય નહિ તેની ફીકરમાં રૂવે છે તો બીજો એને નથી મળ્યા માટે રૂવે છે. પેલો મૂઠી બંધ કરી રૂવે છે તો દરિદ્રી ખાલી હાથે રૂંવે છે. દરિદ્રી જો એમ માને કે ખાલી હાથે તો આવ્યો હતો, ક્યાં કશું લઈને આવ્યો હતો ? માટે આ શી ચિંતા ? અને શ્રીમાન એમ માને કે આ તો બધી ઉપાધિ વળગી છે; તે રહે કે જાય તેમાં મારે શું કામ ચિંતા કરવી ? તો બેમાંથી એક પણ દુ:ખી ન થાય. વિચારણા વિપરીત છે માટે દુઃખ થાય છે, વિચારણા બદલાય અને ભાવના શુદ્ધ થાય તો લુખ્ખો રોટલો પણ મીઠો લાગે અને નહિ તો બત્રીસ જાતનાં ભોજન ને તેત્રીસ જાતનાં શાક પણ કડવાં લાગે. દાળમાં સહેજ મીઠું વધારે ઓછું હોય કે કોથમરી ન નાંખી હોય તો મોઢું બગડી જાય, આ ઓછી કમનશીબી છે ? હજારોની મૂડીવાળો પોતાનાથી ઊતરતા તરફ નજ૨ કરે તો સુખી છે. પણ એ હૈયાફૂટો લખપતિઓ સામે જ નજર દોડાવે છે એટલે પછી છતે પૈસે દુઃખી થાય છે. શ્રી જિનેશ્વરદેવે ફરમાવેલો મધ્યસ્થભાવ આવે તો જ બધી વાતનું ઠેકાણું પડે. તેઓ પોતે જ્ઞાનચક્ષુથી દુનિયા આખીને દુ:ખી દેખી રહ્યા હતા માટે પોકાર પાડીને કહ્યું કે, ‘અસરોયં સંસારઃ' એ અનંત ઉપકારી, અનંતજ્ઞાની, ભાવદયાના સાગર પરમાત્માએ અમથી બૂમ નથી મારી. એમણે આખી દુનિયાને પોતાનાં જ્ઞાનચક્ષુથી જોઈ છે, કેવળ ચર્મચક્ષુથી નહિ. એ બૂમથી તો તેમણે છ ખંડના માલિક ચક્રવર્તીઓને પણ ક્ષણમાં એમના સિંહાસન પરથી ઊભા કરી દીધા. તેમણે બુલંદ અવાજે સંભળાવી દીધું કે, ‘સિંહાસને બેસી રહેશો તો નરકે જશો.’ ‘અસારોઽયં સંસારઃ'ની એ બૂમ અનુભવના મંથનથી નીકળી છે, અમથી નથી નીકળી. સંસારની અસારતાની એ બૂમની ટીકા કરનારાઓ ઘોર પાપ

Loading...

Page Navigation
1 ... 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630