________________
-
1416
૨૨૮
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ ચિત્તની ઉત્તમતા થાય ક્યારે ?
અનંત ઉપકારી સૂત્રકાર પરમર્ષિ શ્રી દેવવાચક ગણિવરજી હવે શ્રી સંઘમેરૂના સંતોષરૂપી નંદનવનના સ્વરૂપને સમજાવતાં ફરમાવે છે કે જેમ મેરુપર્વતના નંદનવનનો આનંદ દેવતા તથા વિદ્યાધરો જ મેળવી શકે છે તેમ શ્રી સંઘરૂપી મેરૂપર્વતના સંતોષરૂપી નંદનવનનો આનંદ સાધુઓ જ પામી શકે છે; કારણકે યોગ્યતા તથા તાકાત વિના એ આનંદ મેળવી શકાતો નથી.
સભા: ‘ત્યાં દેવ તથા વિદ્યાધર એમ બે કહ્યા અને સરખામણીમાં અહીં એકલા * સાધુઓ જ કહ્યા તેનું કારણ ?
એ બેયથી વધી જાય તેવા સાધુઓ છે. વળી અહીં પણ સાધુઓ તેમજ સાધુપણાના અર્થીઓ એમ બે પણ લેવાય.
સંતોષ કાંઈ બોલાવ્યે આવતો નથી. એના માટે જીવમાં યોગ્યતા જોઈએ અને એટલા માટે ફરીને આપણે કૂટની વિચારણા પર આવ્યા. મેરૂના ચિત્રકૂટો જેમ સુવર્ણશિલાતલ પર ગોઠવાયેલાં, ઊંચાં, ઉજ્વલ અને ઝળહળતાં હોય છે તે રીતે શ્રી સંઘરૂપી મેરૂનાં ચિત્તકૂટો (શિખરો) પણ ઇંદ્રિય તથા મનને દમે તેવા નિયમોરૂપી સુવર્ણશિલાતલ પર ગોઠવાયેલાં, અશુભ અધ્યવસાયના ત્યાગથી ઉત્તમ (ઊંચાં), શુભ અધ્યવસાય યોગે કર્મક્ષયથી ઉજ્જવલ (શુદ્ધ) અને નિરંતર સૂત્રાર્થના સ્મરણથી ઝળહળતાં (પ્રકાશમાન) હોય. ચિત્તની ઉત્તમતા થાય ક્યારે ? અશુભ અધ્યવસાયો-શુદ્ર લાલસાઓ જાય ત્યારે. તૃષ્ણાઓ પર કાપ મુકાય ત્યારે. એ વિના સંતોષ ન આવે. સંતોષ વાતોથી નથી આવતો ?
સંતોષ વિના દુનિયાની સામગ્રીથી ગમે તેવો સુખી પણ દુ:ખી છે; અને દુનિયાના ગમે તેવા વિષમ સંયોગોમાં પણ સંતોષી હોય તે પરમ સુખી છે. એ સંતોષનો આનંદ સાધુઓ લઈ શકે છે કેમકે એમણે લાલસાના બધા હેતુઓ તજ્યા છે અને તેવા સંસર્ગોનો પણ નાશ કર્યો છે. સાધુઓ કેવળ આત્મસાધનામાં રક્ત છે માટે જ એનો આનંદ લઈ શકે છે. બીજા પણ કેટલે અંશે મમતાને તજે એટલે અંશે આનંદ મેળવી શકે પણ સંપૂર્ણ આનંદ તો સાધુઓ જ મેળવી શકે છે. જ્યાં “મારું-તારું, “આ છે ને તે છે, “ફલાણે આમ કર્યું ને આમ ન કર્યું” એમ બેઠું છે, આ “મિત્ર અને આ દુશ્મન” એમ માનવાની પરિસ્થિતિ છે ત્યાં સંતોષનો આનંદ ક્યાંથી આવે ? સંતોષ વાતોથી નથી આવતો. દુનિયાના સુખમાં મગ્ન રહેવું અને સંતોષનો આનંદ લેવો એ બે વાત