Book Title: Sangh Swarup Darshan Part 03
Author(s): Kirtiyashsuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 595
________________ ૫૭૪ - સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૩ – 1762 પકડી રાખ્યું છે. પૂ.આ. શ્રી મુનિસુંદરસૂરિ મહારાજની એ ત્રણ ગાથાઓ આ પ્રમાણે છે : १- दधद्गृहस्थेषु ममत्वबुद्धिं तदीयतप्त्या परितप्यमानः । अनिवृतान्तःकरण: सदा स्वैस्तेषां च पापैर्धमिता भवेऽसि ।।४६।। २ - त्यक्त्वा गृहं स्वं परगेहचिंता-तप्तस्य को नाम ! गुणस्तवर्षे ।। ___ आजीविकाऽऽस्ते यतिवेषतोऽत्र, सुदुर्गतिः प्रेत्य तु दुर्निवारा ।।४७।। ३ - कुर्वे न सावधमिति प्रतिज्ञां, वदन्नकुर्वन्नपि देहमात्रात् । शय्यादिकृत्येषु नुदन् गृहस्थान्, हृदा गिरा वाऽपि कथं मुमुक्षुः ? ।।४८।। અર્થ : “ગૃહસ્થ ઉપર મમત્વબુદ્ધિ રાખવાથી અને તેઓનાં સુખદુઃખની ચિંતા વડે તપવાથી તારું અંતઃકરણ સર્વદા વ્યાકુળ રહેશે અને તારાં અને તેઓના પાપથી તું સંસારમાં રખડ્યા કરીશ.૧ પોતાનું ઘર ત્યજીને પારકા ઘરની ચિંતાથી પરિતાપ પામતા “હે ઋષિ ! તને શો લાભ થવાનો છે ? (બહુ તો) યંતિના વેષથી આ ભવમાં તારી આજીવિકા (સુખ) ચાલશે, પણ પરભાવમાં મહામઠી દુર્ગતિ અટકાવી શકાશે નહિ. ૨ હું સાવદ્ય કરીશ નહિ” એવી પ્રતિજ્ઞાનું દરરોજ ઉચ્ચારણ કરે છે, છતાં શરીર માત્રથી જ સાવદ્ય કરતો નથી અને શયા (ઉપાશ્રય) વગેરે કામોમાં તો મન અને વચનથી ગૃહસ્થોને પ્રેરણા (આદેશાત્મક) કર્યા કરે છે ત્યારે તું મુમુક્ષુ શાનો ? ૩ આગળ વધીને આ મહાત્મા કહે છે કે સૂરિ અથવા મુનિ લોકચિંતા તો ન કરે પણ પાપકારિણી હોય એવી સંઘ ચિંતા પણ ન કરે; અર્થાત્ સંઘની જે ચિંતા સાવદ્ય હોય એ પણ ન કરે, કેમ કે એમણે સર્વ સાવદ્યયોગનાં પચ્ચખાણ કરેલાં છે અને એ પણ જીવનપર્યતના કરેલાં છે. ત્યાં એવો નિયમ નથી કર્યો કે, સંઘના સાવદ્ય કાર્યો કરવાની છૂટ છે. ચતિવેષ ધર્યો છે પણ યતિપણું પામ્યો નથીઃ મુનિ જો ગૃહસ્થોને પોતાના માની એની ચિંતાના તાપથી તપેલા રહે, ગૃહસ્થના વેપાર રોજગારની, એના સુખદુઃખની ચિંતામાં પડે તો એના માટે આ મહાત્મા કહે છે કે, “તેણે યતિવેષ ધર્યો છે. પણ યતિપણું તે પામ્યો નથી.” અહીં યતિવેષનો દંભ એ પાપ તો છે જ, એ માટે તો એ વેષધારીને સંસારમાં

Loading...

Page Navigation
1 ... 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630