Book Title: Sangh Swarup Darshan Part 03
Author(s): Kirtiyashsuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 598
________________ 1765 – ૩૭ઃ જૈનાચાર્યોનું કર્તવ્ય અને જેનશાસનની મર્યાદા - 117 – ૫૭૭ તમારાં અને અમારાં માપ જુદાં છેઃ મહાવ્રત સારાં લાગ્યાં એમ કહેતો આવે એને મહાવ્રત આપવાની શાસ્ત્રજ્ઞા છે. એને મહાવ્રતની વ્યાખ્યાઓ ન પુછાય. એ વ્યાખ્યાઓ એને ન આવડતી હોય. પણ ધર્મ સારો લાગતો હોય તો એને મહાવ્રત અપાય. “દીક્ષા લેવી છે ને મહાવ્રત તો સમજાવી શકતો નથી' એમ કહીને એને અયોગ્ય કહેનારા પોતે જ અયોગ્ય છે. “આપ કહેશો તેમ કરીશ” એમ કહેતો આવે એ ઓછો લાયક છે ? એવું કહેતાં આવેલા સંયમ પામીને કેટલાય જીવો તરી ગયા અને પોતાની અક્કલના ઉન્માદે ચઢી મરજી મુજબ વર્તવાની વાતો કરનારા કેટલાય જીવો ડૂબી ગયા. અધિકારનાં તમારાં અને અમારાં માપ જુદાં છે. તમારાં માપ તમારે અમને ન આપવાં અમને આપશો તો અમે તેને બાજુએ જ મૂકવાના. એ માપનો ઉપયોગ તમે તમારી પેઢી પર કંર્યા કરો તે તમે જાણો. તમારી માપપટ્ટી તો કેવી ? “શ્રીમંત એટલે સારો. ડિગ્રીધારી એ વિદ્વાન, બહુ બોલી કે લખી જાણે તે હોશિયાર !” સાધુની માપણી એ નથી. એકડો પણ ન આવડતો હોય તે અહીં પાસ થઈ શકે છે અને મોટા ડિગ્રીધારી અહીં નાપાસ થાય છે. તમારી અને અમારી માપપટ્ટીનો મેળ નહિ મળે. જેવું શાસન લોકોત્તર તેવી એ માપપટ્ટી પણ લોકોત્તર. અહીં ગજ, તસુ કે વારનાં માપ નથી. લેવાદેવાનાં કાટલાં જુદાં રાખવાની વાત અહીં ન ચાલે. પ્રાણાતિપાત’ પર તો આખી દ્વાદશાંગી ભરી છેઃ અતિમુક્તક કુમારે માતાને એ જ કહ્યું કે, “મા ! જે જાણું છું તે કહી શકતો નથી અને જે કહું છું તે જાણી શકતો નથી. કેટલીયે વાતો એવી છે કે જે જાણ્યા વિના જ કહેવાય છે. “માને મા' જાણીને કહો છો ? ના. કોઈના કહેવાથી જ કહો છો ને ? અતિમુક્તક કહે છે કે, “ભગવાનના વચનથી જાણ્યું કે સંસાર એ પાપ છે' હવે એને પ્રાણાતિપાતાદિ સમજાવવાનું કહો તો એ શી રીતે સમજાવે ? ન જ સમજાવી શકે. પ્રાણાતિપાત પર તો આખી દ્વાદશાંગી ભરી છે. લોકોના પેટ પર ભૂંગળી મૂકી રોગનાં નિદાન કરનાર ખાં ગણાતા મોટા મોટા ડૉક્ટરો પણ પોતાના દરદને પારખી શકતા નથી. ત્યારે એ બીજાના હાથમાં નાડ સોંપી માત્ર “મને કાંઈક થાય છે એમ કહી લાચાર બની ઊભા રહે છે. તમારી દૃષ્ટિએ જે સાધુ યોગ્યતાનું માપ માપે તે સાધુ સાધુપણામાં રહેવા લાયક જ નથી. ઓછી શક્તિવાળા પણ અર્થી જે આરાધના કરી શકે તે વધારે શક્તિવાળા પણ અનર્થી કદી ન કરી શકે.

Loading...

Page Navigation
1 ... 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630