________________
1:01
૨૭ : સંસાર એક કતલખાનું - 107 -
૪૧૩ ક્ષપકશ્રેણીના એ અંતર્મુહૂર્તની તકલીફ વધારે છે. સ્વયંભૂરમણ સમુદ્રને ભુજાથી તરવો સહેલો પણ ક્ષપકશ્રેણિ માંડી કેવળજ્ઞાન પામવું દુષ્કર. અનાદિકાળથી અનંતાનંત કર્મો વળગેલાં છે તેને ખસેડવાં એ નાનુંસૂનું કામ છે ? જડના સંસર્ગને આત્મા કતલખાનું સમજે ત્યારે એ દશા આવે. જ્ઞાન વધે તેમ ઉદ્ઘાસીનતા વધે?
સંસારરૂપી કતલખાનામાં બધાની કતલ ચાલી રહી છે. પછી ભલે કોઈ બંગલામાં કે કોઈની ઝૂંપડીમાં કતલ થાય એ વાત જુદી. કોઈની કતલ એમ ને એમ થાય તો કોઈની માલમલીદા ખવરાવીને થાય. નાનામોટાના દેખાવ એ કેવળ આભાસ માત્ર છે. નાનો ઝૂંપડીમાં રોઈ રોઈને પોતાની કતલ કરી રહ્યો છે. જ્યારે મોટો મૂર્ખા બંગલામાં હસી હસીને પોતાની કતલ કરી રહ્યો છે. કોઈ મજૂરી કરી પોતાની કતલ કરે છે તો કોઈ ગાદીતકિયે બેસી જાતની કતલ કરે છે. જ્ઞાનીની દૃષ્ટિએ રાજા ને રંક સમાન કહ્યા તે આ રીતે; કેમ કે જ્ઞાની ભિન્ન ભિન્ન રૂપે પણ બેયની એકસરખી કતલ થતી જોઈ રહ્યા છે. જેને આત્માની ભાવદયા જાગે તે આત્મા કદી પણ ગમે તેવા સંયોગોમાં મૂંઝાય નહિ. અનાદિના અભ્યાસના યોગે બીમારીમાં બૂમ પડી જાય. પણ તેમ છતાં એને મૂંઝવણ ન થાય. આપત્તિમાં જે ગભરાય, ધૃજે તે વહેલો મરે. દુમન પણ એને નબળો જાણી પહેલો પકડે પણ જો એ જરા હિંમત બતાવે, સામનો કરવા તૈયાર થાય તો પેલો પણ ક્ષણભર તો અચકાય. પણ આ બધું ભાવાનુંકશા જાગે ત્યારે બને. દુનિયાની કોઈ ચીજ એને ન તો હસાવે કે ન રડાવે પણ ઉદાસીન રાખે. જેમ જેમ જ્ઞાન વધે તેમ તેમ બધું જુએ અને તેમ તેમ ઉદાસીનતા વધે. આસિફ્ટ વિના ભાવાનુકંપા ન આવે - શ્રી જિનેશ્વરદેવોની રાજા તથા રંકમાં સમાન બુદ્ધિ છે. કેમ કે તેઓ એ બેયને કતલખાનામાં પુરાયેલા જોઈ રહ્યા છે. બેયની હાલત કફોડી જોઈ રહ્યા છે. આ વાત સમજાય ત્યારે સાચી અનુકંપા આવે. સાચો નિર્વેદ અને સાચો ઉપશમ પણ ભાવાનુકંપા વિના ન આવે. આસ્તિકા વિના ભાવાનુકંપા ન આવે માટે આસ્તિક્યને મુખ્ય કહ્યું. સંસારમાં આપત્તિ લાગે તેને ધર્મપ્રેમ જાગે. ભાગ્યયોગે પમાયેલા આ સાચા જીવનનું સ્વરૂપ વિચારાય તો સાચી ભક્તિ થાય. દેવગુરુની ભક્તિમાં લીનતા આવે ત્યારે ભાવપૂજામાં આત્મા નાચે, પણ એ બધું સંસારને કતલખાનું માને તો ને ? કતલખાનાને આનંદ-પ્રમોદખાનું મનાતું હોય ત્યાં શું થાય ? શાસ્ત્ર કહે છે કે સમ્યગુદૃષ્ટિના પગ મંદિરે જતાં ઉત્સાહથી ઊપડે અને પૂજા કરીને પાછા ફરતાં લથડિયાં ખાતો હોય. આ સ્થિતિ