Book Title: Sangh Swarup Darshan Part 03
Author(s): Kirtiyashsuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 551
________________ 1718 ૫૩૦ - સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ પાછાં કપડાં ઉતારી લે. પૈસા ખાતર અનેક કાળાધોળાં કરનારા દર્શન-જ્ઞાનચારિત્રના વિષયમાં શો અભિપ્રાય આપે ? હિમાલય પવિત્ર ગણાય છે. છતાં કેટલાક ખેડૂતો ભેગા મળી ઠરાવ કરે કે “ત્યાં બીજ વવાતું નથી માટે એ ભૂમિ નકામી છે” તો એટલા માત્રથી હિમાલયની પવિત્રતા ઘટી જાય ? એ જ રીતે પૈસા અને કુટુંબ પાછળ ગાંડા બનેલાઓને ધર્મની વાતો કરો તો કહેશે કે, “એ તો ફુરસદે હોય, અત્યારે શું છે ?' આવું પણ જરા શ્રદ્ધાળુ હોય તે બોલે, નહિ તો કહી દે કે, “આ જમાનામાં વળી ધર્મ શા ?” જેમને કાયમ કોર્ટમાં દાવા ચાલુ હોય, નવા ચોપડા બનાવવાનું ચાલુ હોય, સરકારને બતાવવાના જુદા અને ઘરાક માટેના જુદા હોય, જેવો માણસ તેવી વાત કરવામાં ટેવાયેલા હોય એવા માણસો પણ અહીં આવીને ઝઘડા રગડા મૂકવાની સલાહ આપે છે, સમતાભાવને ભજવાની વાત કરે છે ત્યારે આશ્ચર્ય ઊપજે છે કે આ સમતા એમનામાં આવી ક્યાંથી ? નાશવંત લક્ષ્મીની પાછળ ચોવીસે. કલાક ધાંધલ મચાવનારાઓને સમતા ગમી ક્યાંથી ? સમતાના આવા પાઠ કોણે ભણાવ્યા ? આપણે એમને સમજાવીએ કે, “એ લોકો આગમો માટે ગમે તેમ બોલે છે માટે એ ન ચલાવી લેવાય” તો કહેશે કે, “હશે ! હવે આપણે સમતા રાખો.” સમતાના આવા પાઠ તેમણે જણાવ્યા કોણે ? ઉપરથી એમ પણ કહે કે, “ભલેને આગમ એ લઈ જતા, એ પણ વાંચશે ને ?' હવે આમને શું સમજાવવું ? વહાલામાં વહાલા બાળકને પણ ચોપડા ન અપાય. એ તો હાથમાં આવે કે ફાડવા માંડે. ઝવેરી પોતાના બાળકને રૂપાળા રમકડાં રમવા આપે. પણ કાંઈ હીરાનાં પડીકાં રમવા ન આપે. આપે તો બાળક પડીકું ફાડી હીરા વેરણછેરણ કરે. ઝવેરી પોતાના બાળકને દાગીના પહેરાવી બહાર ન જવા દે. બહાર જાય તો દાગીનો ઉતારી લે, નહિ તો પોતે સાથે જાય. દાગીનો પણ સામાન્ય જ પહેરાવે, ભારે ન પહેરાવે. આ બધી મર્યાદા વ્યવહારમાં સ્વીકારો છો પણ અહીં કોઈ પણ પ્રકારની મર્યાદા નથી જળવાતી. એ નથી જળવાઈ તેની જ આ બધી પંચાત છે. ધર્મસ્થાનો ખાલી રહે તો ખાલી રહેવા દેવાય, એને સચવાય પણ મર્યાદાનો લોપ ન કરાય. રાજ્યમાં મંગલ ઘોડા, મંગલ હાથી તથા મંગલ રથ હોય છે. સવારીમાં એને ખાલી જ રાખવાના. શોભા ખાતર જ ફેરવવાના. રાજા પણ એના ઉપર બેસે નહિ. એને એવા સ્થાનમાં રાખે કે જ્યાં એને જરા પણ તકલીફ ન પડે. એના છાણ-મૂત્ર પણ તરત જ સાફ થઈ જાય. ત્યાં એક પણ મચ્છર થવા ન દે. એ રીતે ખાસ માણસો એની તહેનાતમાં મૂકેલા હોય. એ

Loading...

Page Navigation
1 ... 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630