Book Title: Sangh Swarup Darshan Part 03
Author(s): Kirtiyashsuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 592
________________ 1759 – ૩૭: જૈનાચાર્યોનું કર્તવ્ય અને જૈનશાસનની મર્યાદા - 117 – ૫૭૧ એકવાર જો શેઠનું અપમાન કરે તો એ શેઠ તેની સેવાને કેવી ગણે ? આ મહર્ષિ આગળ ફરમાવે છે કે જે આત્મા શ્રી તીર્થંકરદેવની આજ્ઞા માનતો હોય, શ્રુતજ્ઞાન પ્રત્યે ભક્તિ ધરાવતો હોય તેણે આજ્ઞાભ્રષ્ટને શિખામણ દેવી જોઈએ. એથી પણ આગળ વધીને એ મહાત્મા ફરમાવે છે કે “જો એ ન માને અને એ ટોળું વધતું જાય તો ગર્ભપ્રવેશ કરવો સારો, કદી નરકમાં જવું પડે તો સારું પણ એવા પાપી સંઘોના ટોળામાં રહેવું ભયંકર છે.” સમ્યગુદૃષ્ટિ આત્માને ગર્ભાવાસની કે નરકાવાસની પીડા એટલી ભયંકર ન લાગે જેટલી પીડા આવા પાપી ટોળામાં રહેવાની લાગે. ગર્ભમાં અને નરકમાં તો સમ્યગુદૃષ્ટિ આત્મા નિર્જરા સાધે અને અહીં તો કર્મ બંધાય. નિકટના સાથી કોણ ગણાય ? શાસન રોમરોમ પરિણમ્યું હોય ત્યારે આવા શબ્દો નીકળે. આપણને તો આજે આવા શબ્દો બહુ કડવા લાગે છે. પૈસા માટે સગા બાપ-દીકરાના સંબંધ જિદગીભરનાં નથી તૂટતા ? સ્વાર્થ માટે ભલભલાના સંબંધ ક્ષણવારમાં તૂટી ગયાનાં ઢગલાબંધ દૃષ્ટાંતો મળશે. પૈસા માટે ગામ, નેગર, દેશ, ઘરબાર, સંબંધી, સગાવહાલાં છોડ્યાં અને પરદેશ જઈને વસ્યા. પૈસા માટે શું શું ન તર્યું અને ધર્મ માટે શું તર્યું? જીવનમાં એ વિષે કાંઈ નોંધ રાખી છે ? શાસન પ્રત્યે પૂરા પ્રેમની વાતો કરો છો. પણ કોઈ પ્રમાણપત્ર એનું રાખ્યું છે ? મંડપ બંધાયા હોય અને મિષ્ટાન્ન ઊડતાં હોય ત્યારે સો ભેગા થાય પણ આટો ખૂટે ત્યારે ખબર લેવા આવે, લેણદાર કડી પહેરાવી ઘસડી જતો હોય ત્યારે છોડાવવા આવે એ જ નિકટનો સાથી ગણાય. શાસનની “જય' બોલાય ત્યારે તો ટોળાં ઊભરાય પણ ધમાલ બોલે ત્યારે કેટલા ઊભા રહે ? ભાવાચાર્ય તીર્થંકર તુલ્ય છેઃ સંઘમાં મુખ્ય સાધુ અને તેમાંયે મુખ્ય આચાર્ય છે. પ્રવચનરત્નના નિધાનભૂત સૂરિવરો એ સંઘમાં નાયક છે. સંઘના આધાર એ છે. એમના આધારે જ વર્તમાનકાળમાં ધર્મ ચાલે છે. શ્રી જિનેશ્વરદેવ તો ગયા, ભગવાન મહાવીરદેવને ગયાને તો આજે પચ્ચીસો વર્ષ થયાં. પણ ત્યારબાદ આજ પર્યત શાસનને સાચવનાર તો આચાર્યો છે. એ આચાર્યો કયા ? આચાર્યને તીર્થંકર સમા કહ્યા છે. પણ તે કયા ? શ્રી જિનમતને યથારૂપે પ્રકાશે તે. એ ભાવાચાર્ય તીર્થકર તુલ્ય છે. આ મહાત્મા એટલું કહ્યા પછી ફરમાવે છે કે જેઓ શ્રી જિનમતને લંઘે તેઓ સત્પરુષ નહિ પણ કાપુરુષ છે. કા એટલે કાયર-હીન પુરુષ છે. સૂરિએ જગતમાં પ્રકાશન કરવા યોગ્ય કાંઈ હોય તો તે શ્રી જિનમત

Loading...

Page Navigation
1 ... 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630