Book Title: Sangh Swarup Darshan Part 03
Author(s): Kirtiyashsuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 590
________________ ૩૭ : જૈનાચાર્યોનું કર્તવ્ય અને જૈનશાસનની મર્યાદા – 117 ૫૭૯ સાચા ખોટામાં માધ્યસ્થ્ય એ મૂર્ખતા છેઃ અનંત ઉપકારી શાસ્ત્રકાર પરમર્ષિ શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા આ સંબોધ પ્રકરણમાં શ્રી નંદીસૂત્રના મંગલાચરણમાં વર્ણવેલા શ્રીસંઘના સ્વરૂપને પ્રતિપક્ષ લઈને વધારે સ્પષ્ટ કરે છે. તેઓ ફ૨માવે છે કે સુખશીલિયા તથા સ્વચ્છંદાચા૨ી મોક્ષમાર્ગના વૈરીઓ છે. એવા આશાભ્રષ્ટ, મોક્ષમાર્ગના વૈરીઓ, ઉન્માર્ગના પક્ષકારો, દેવાદિક દ્રવ્યના ભક્ષણ કરવાવાળા, સાધુજનનો દ્વેષ કરનારા, અનીતિ-અધર્મ તથા અનાચારના આચરનારા અને ધર્મનીતિથી પ્રતિકૂળ વર્તનારાં સાધુ-સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા મોટા સમુદાયમાં હોય તો પણ એને સંઘ ન ગણાય. શ્રી જિનાજ્ઞામાં રહેનારો સંઘ માતા-પિતા તુલ્ય છે, મોક્ષમાર્ગરૂપી મહેલના સ્તંભ તુલ્ય છે; જ્યારે શ્રી જિનાજ્ઞા બહા૨નો સંઘ સર્પ જેવો ભયંકર છે. આગળ વધીને એ મહાત્મા કહે છે કે આજ્ઞાભંગની પ્રવૃત્તિ કરનારાને સહાય કરનારાઓ પણ પોતાનાં વ્રતોનો લોપ કરે છે. આજ્ઞાભંગ થતો નજરે જોવા છતાં મધ્યસ્થપણાનો દેખાવ કરી મૂંગા રહેનારા અવિધિની અનુમોદના કરે છે માટે એમનાં પણ વ્રતોનો ભંગ થાય છે. સાચા ખોટામાં માધ્યસ્થ્ય એ મૂર્ખતા છે. જ્યાં સુધી સાચું-ખોટું ન સમજાય ત્યાં સુધી માધ્યસ્થ્ય હોય તો ક્ષન્તવ્ય છે. 1757 આ બધા ચાળા શાના ? દીવો જેવું સ્પષ્ટ જણાયા પછી પણ માધ્યસ્થ્ય એ તો મૂર્ખતા યા દંભ છે. સત્યદર્શનની પ્રાપ્તિ ન થઈ હોય ત્યાં સુધી માણસ મધ્યસ્થ રહે. માર્ગાનુસારીનું લક્ષણ જ એ કે જ્યાં ધર્મ સાંભળે ત્યાં દોડે, જ્યાં ઠીક લાગે ત્યાંથી ગ્રહણ કરે. શાસ્ત્ર ગહન મતિ થોડલી એમ એ માનતો હોવાથી શિષ્ટ પુરુષોનાં વચનોને એ પ્રમાણભૂત માને. પરંતુ માર્ગાનુસારીમાંથી સમ્યગ્દષ્ટ બન્યા પછી પણ ‘સર્વ દેવ, સર્વ ગુરુઓ અને સર્વ ધર્મ સ૨ખા' એવું માધ્યસ્થ્ય ન હોય. આ બધી વાતો અહીં સાધુને મુખ્ય રાખીને કરી છે. સમજ્યા પછી પણ આજ્ઞાભંગના પ્રસંગે મૌન રહે એનાં વ્રતોનો લોપ થાય છે. શાસનને જો પોતાનું માન્યું હોય તો તેના નાશના પ્રસંગે, ઇરાદાપૂર્વક રાખ્યું મૌન પણ ન રહે, તો સ્વયં તો શાનું રહે ! ન જ રહે. શ૨ી૨નો પૂજારી સહેજ પણ આપત્તિ આવતાં મૌન રાખી શકતો નથી. દૂર ધડાકો થતાં અહીં પોતે ધ્રૂજી ઊઠે છે. સાપ નજરે પડતાંની સાથે જ ‘મરી ગયો’ એવી બૂમ પાડી ઊઠે છે. સાડા ત્રણ મણની કાયામાં ક્યાંક એક કીડી કરડે ત્યાં તરત ઊંચો નીચો થઈ જાય છે. ઊંઘમાં માંકડ જરા ચટકો ભરે ત્યાં બેઠો થઈ શોધવા માંડે છે. મચ્છરની તો તાકાત નથી કે ઊંઘમાં પણ સીધો કરડી

Loading...

Page Navigation
1 ... 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630