________________
1615 – ૨૮ : સ્વ-પરના ઉદયનો રાજમાર્ગ – 108 - ૪૨૭
પપા ત્રાય તિ પાત્રમ્' - પાપથી બચાવે તે પાત્ર અને એમાં પણ સુંદર તે સુપાત્ર. સુપત્ર પાપથી સારી રીતે બચાવે. પણ પોતે પાપથી બચેલો હોય તો તે બીજાને પાપથી બચાવે ને ? અનુકંપાદાન ધર્મપ્રભાવના માટે:
અનુકંપાદાન એ તો ધર્મપ્રભાવનાનો હેતુ છે અને ધનની મૂચ્છ છૂટે એ એનાથી થતો લાભ છે. બાકી અનુકંપાને યોગ્ય જીવો એ સુપાત્ર નથી પણ અપાત્ર છે. એને તો માટીના ઠામની જ્ઞાનીઓએ ઉપમા આપી છે. સુપાત્ર તો પોતે પાપથી બચેલા છે અને દાન દેનારને પણ પાપથી બચાવે છે. સાત ક્ષેત્રમાં શ્રી જિનમૂર્તિ, શ્રી જિનમંદિર અને શ્રી જિનાગમ એ ત્રણમાં તો કાંઈ જોવાપણું છે જ નહિ. સાધુ-સાધ્વી છે કે જે એ ત્રણેના પ્રચારક છે અને શ્રાવક-શ્રાવિકા એમાં સહાયક છે. આ સાતેય સુપાત્ર છે. શ્રાવક-શ્રાવિકા અણુવ્રતધારી હોય અથવા તો સમ્યગૃષ્ટિ હોય પણ એને મહાવ્રત ઉપર તથા પ્રભુની આજ્ઞા ઉપર પ્રેમ હોય જ, માટે એ સુપાત્ર કહેવાય. અમુક અંશે પાપથી બચે અથવા તો પાપને પાપ માની તેનાથી બચવાની ભાવના સેવે તે સુપાત્ર છે. પ્રભુના માર્ગની વૃદ્ધિમાં જેને આનંદ થાય તે સુપાત્ર. એવા પ્રત્યે ભક્તિ જ હોય. “એ તારક છે અને એની સેવાથી આત્મા સંસારસાગરથી તરે' એ એક જ ભાવના છે. અનુકંપા દાનમાં સામાનું દુઃખ દૂર થાય એ હેતુ છે. અહિંસક ભાવને ટકાવ્યા સિવાય કોઈ ક્રિયા ધર્મરૂપ થતી નથી. વિવેક વિના અહિંસક ભાવ ટકતો નથી. કુપાત્ર તો ઊંધી જ પ્રવૃત્તિ કરવાનો છે. પણ ત્યાં અનુકંપા કરવામાં બીજો વિચાર કરવાનો નથી. કોઈ પણ જીવ દુઃખી હોય તેનું દુઃખ દૂર થાય, તે સુખી થાય અને એથી શ્રી જિનેશ્વરદેવના શાસનની પ્રભાવના થાય એ જ ત્યાં હેતુ છે. એ દાન લેનારા પણ એમ કહે કે પ્રભુના શાસનને પામેલા એવા ઉદાર હોય છે કે એની પાસે જનારો લીધા વિના પાછો આવતો નથી. અહીં અનુકંપા કરનારે એટલો વિવેક કરવાનો રહે છે કે ભૂખ્યાને અન્ન અને વસ્ત્ર વિનાનાને વસ્ત્ર આપવામાં હરકત નથી. પણ પૈસા આપતાં પહેલાં એનો કેવો ઉપયોગ કરશે એ વિચારવાનું. પારકાનો ઉપકાર કરી પોતાનું બગાડવાની મનાઃ
સુપાત્રદાનમાં બધો વિવેક કરવાનો. દેવનું મંદિર, દેવ, આગમ, સાધુસાધ્વી, શ્રાવક, શ્રાવિકામાં દેવ કોણ, ગુરુ કોણ, આગમ કયું, સાધુ-સાધ્વી શ્રાવક-શ્રાવિકા કોણ, એ બધું જરૂર વિચારવું પડશે. બધી વસ્તુ અહિંસક ભાવને ટકાવનારી હોવી જોઈએ. અહિંસક ભાવને હાનિ પહોંચે, એ ભાવ તરફ