________________
14TI – – ૧૯ : અપ્રશસ્ત સામે પ્રશસ્તનો મોરચો - 99 – ૨૮૯ તો છેવટે વૈમાનિક દેવલોક તો અવશ્ય આપે જ. સમ્યગુદૃષ્ટિ પણ સમ્યગુદૃષ્ટિપણામાં આયુષ્ય બાંધે તો નિયમા વૈમાનિક દેવનું બાંધે. મરીને વૈમાનિકમાં જાય. આત્માની શક્તિ અનંત છે. અનંતા ભવના કર્મસંચયને બાળીને ભસ્મ કરનાર આ આત્મા છે. ઘાસની ગંજીમાં પડેલો અગ્નિનો એક કણિયો આખી ગંજીને બાળીને ભસ્મ કરે તેના જેવી આ વાત છે. ચૈતન્ય શક્તિ જાગ્રત થાય તો...!
જડની શક્તિ પણ અનંત છે. પરંતુ એ ત્યાં સુધી કે જ્યાં સુધી આત્માનું ચૈતન્ય જાગ્રત ન થાય. એ જાગ્રત થયું, એટલે જડની અનંત શક્તિ આત્માની અનંત શક્તિને ન પહોંચે. આપણે સામાન્ય તાવમાં મૂંઝાઈ જઈએ અને શ્રી જિનેશ્વરદેવ મરણાંત ઉપસર્ગથી પણ ન મૂંઝાય. તેમના જેવી સંહનનની શક્તિ તે કાળે બીજા આત્માઓમાં પણ હતી છતાં એ મૂંઝાતા, દુઃખમાં “ઓય બાય” કરતા પણ શ્રી જિનેશ્વરદેવ કદી ન મૂંઝાયા. “ભગવાન ગમે તેટલા ઉપવાસ કરી શકે. કેમ કે, “એમનું સંઘયણ એવું છે” એમ ન કહેવાય, કારણ કે, ભૂખ તો એમને પણ લાગતી હતી. એ સંહનનવાળાને ભૂખ પણ એવી જ લાગે પણ એ ભૂખને ગણે નહિ અને બીજા ગણે એટલો તફાવત. એમને કોઈ મારે તો માર ન લાગે ? લાગે જ. આપણું શરીર નબળું છે તો આપણને મારનારા પણ નબળા છે. એમનું સંવનન મજબૂત તો એમને મારનારા પણ એવા જ સંહનનવાળા હતા. એમનાં હાડકાં મજબૂત એટલે ભાંગીને ભુક્કો ન થાય એ વાત સાચી. માટે તો કહ્યું કે પહેલા સંઘયણ વિના કેવળજ્ઞાન ન થાય. જડને જીતવા જડનો ઉપયોગ કરો!
મોક્ષ માટે પુરુષાર્થ કરનારને અર્થકામે તો મળે જ છે. પણ એ વાતની આજે શ્રદ્ધા નથી. મોક્ષના પ્રયત્નનો આરંભ કર્યા પછી જે દુઃખ આવે છે તે તો પૂર્વના અશુભ કર્મના ઉદયથી આવે છે.
સભાઃ “આત્મસ્વરૂપે પ્રગટ કરવા પૌગલિક આલંબને શા માટે ?
આત્માના મૂળ સ્વરૂપને પગલે દાવ્યું છે માટે. પુદ્ગલના એ ઢગલાને કાઢવા પુદ્ગલ જોઈશે જ. એના પ્રયત્નમાં આત્મા સાથે છે જ. બાકી આત્માને કાંઈ હાથપગ નથી. તે તે પુદ્ગલોનો સાથ મેળવી આત્મા જો યોગ્ય પરિણામ ધારણ કરે તો જ આત્માને દબાવનારા એ યુગલો ખસે. વાસણ પર કાટ ચડ્યો હોય ત્યારે એ કાટને કાઢી એનું મૂળ સ્વરૂપે પ્રગટ કરવા આંબલી વગેરે પ્રતિપક્ષી પુદ્ગલ જ જોઈએ. દ્રવ્યસંયમ ગમે તેટલું પળાય પણ સિદ્ધિ તો ભાવસંયમથી જ મળે; પણ એ ભાવસંયમનું કારણ દ્રવ્યસંયમ છે.