________________
1435 - - ૧૯ : ઉધમ તો એકમાત્ર મોક્ષ માટે જ - 96 – – ૨૪૭ સ્થાને છે, સમ્યગ્દર્શન એ પીઠના સ્થાને છે, મૂળગુણો મેખલાના સ્થાને છે અને ઉત્તરગુણો સુવર્ણના સ્થાને છે. સુવર્ણશિલાતલ પરનાં ઊંચા, ઉજ્વલ અને કાન્તિમાન ચિત્રકૂટો (શિખરો)ના સ્થાને, ઇંદ્રિયો તથા મનને દમે તેવા નિયમો પર ગોઠવાયેલાં ઉત્તમ, શુદ્ધ અને દીપ્તિમાન ચિત્તો છે. મેરુના નંદનવનના આનંદનો ઉપભોગ જેમ દેવો અને વિદ્યાધરો જ કરી શકે છે તેમ સંતોષરૂપી નંદનવનનો આનંદ સંપૂર્ણતયા સાધુઓ જ લૂંટી શકે છે. તે પછી અમુક અંશે સાધુપણાના અર્થીને એ આનંદના ઉપભોક્તા ગણી શકાય. સંઘમાં કોણ રહી શકે ?
સઘળી આપત્તિઓમાં પણ સુખી રાખનાર સંતોષ જ છે પણ એ સંતોષ આવે ક્યારે ? ચિત્ત ઊંચી કોટિનાં હોય ત્યારે; માટે ફરીને આપણે જે કુટોનું વર્ણન કરી ગયા ત્યાં જ આવવું પડે છે. પરસ્પરની સંકલના જ એવી છે કે એકબીજા વિના ચાલે જ નહિ. સંતોષરૂપી નંદનવનનો સંપૂર્ણ આનંદ તો ભલે મુનિ લે પણ એની છાયા તો તમારા પર હોવી જોઈએ ને ? છાયાની પણ જેને ભાવના ન હોય, દૂરથી આવતી ખુશબો પણ જે ન લઈ શકે અથવા ખુશબો લેવાનું પણ જેને મન ન થાય તે સંઘમાં રહી શકે ? ન જ રહી શકે. - એ હૃદયમાં પ્રભુનું શાસન આવ્યું નથી ? : - શ્રી સંઘમાં રહેનારને સંતોષમાં આવવાની ભાવના થાય જ. જો કે તેમ મેરૂનું નંદનવન જોયું નથી પણ આ વર્ણન સાંભળીને કોઈ લઈ જનાર મળે તો જવાની ભાવના થાય ને? એ જ રીતે સંઘના સંતોષરૂપી નંદનવનનું વર્ણન સાંભળીને જેનેં ત્યાં જવાનું મન ન થાય અને ભાગતો ફરે તો કહેવું પડે કે એ હૃદયમાં પ્રભુનું શાસન આવ્યું નથી. સંતોષ આવે ક્યારે ? ચિત્ત ઉત્તમ થાય ત્યારે, એટલે કે ચિત્તમાંથી ક્ષુદ્રતા માત્ર નાશ પામે ત્યારે ક્ષુદ્ર આત્મા તો ધર્મ માટે નાલાયક છે. વસંતવાતમાં ઊછળી પડે, જૂનાં વેરને ન ભૂલે, બદલો લેવાની જ પેરવીમાં રહે, એવો ક્ષુદ્ર માનવી તો સામાન્ય ધર્મ માટે પણ લાયક નથી તો સંતોષની તો વાત જ શી ! શુદ્ર વિચારો દૂર થાય ત્યારે નિયમરૂપી શિલાતલ પર ચિત્તરૂપી કૂટો ગોઠવાય અને એ ઊંચાં (ઉત્તમ), ઉજ્વલ (શુદ્ધ) તથા દીપ્તિમાન (ઝળહળતાં) બને. નિયમ કોણ કરી શકે ?
| નિયમ કોણ કરી શકે ? જે પાપથી ડરે તે, વિષયકષાયથી ઉભગે તે. એ વિના કરેલા નિયમો માલ વિનાના, માત્ર શોભાના હોય. જેને વિષયકષાયનો કે પાપનો ડર ન હોય એ નિયમ કરે તો એ નિયમ શાના ? એના નિયમનો હેતુ