________________
1403
– ૧૪ઃ સુદ્રતા છોડો, સંતોષ કેળવો ! - 94 - -
-
૨૧૫
દેવા આવનારને પણ કહેવાય કે બહુ ગુસ્સો આવતો હોય તો મને ઝેર આપી દે પણ મહેરબાની કરીને આ શાસ્ત્રમાં-ધર્મમાં ઝેર ન રેડતો. મને ઝેર દે તો સમાધિ રાખીને સાધી શકું પણ આમાં ઝેર ભેળવીશ તો જીવશે કોણ ? હાલત બહુ કઢંગી છે. આ ભાઈને પેલા ભાઈ સાથે વૈર છે; એટલે એ ભાઈની આબરૂ બગાડવા એના જમણમાં એવું કારસ્તાન કરે કે જેટલા જમે તેટલા માંદા પડે. હવે ફક્ત પેલાની આબરૂ બગાડવા આવો ધંધો કરે એ તો કેવળ અધમતા છે ને ? વૈર કોઈની સાથે અને સજા કોઈને ! આ સારું કહેવાય ? તાકાત હોય તો વૈરીની કાનપટ્ટી પકડને ? વૈરીને મૂકી આડાઅવળાં ફાંફાં મારનારા તો કાયરો છે. ', ધર્મને મેલો ન કરવા દેવાય ?
સામાની કોઈ ક્રિયા ખરાબ લાગી તો એને મોઢે કહો પણ એ વાતને યાદ રાખી કોઈનું ભલું થતું બગાડવું એવો કાયદો નથી. ધર્મને મેલો ન કરવા દેવાય. વ્યક્તિને દીધેલી ગાળ કાંઈ ધર્મને લાગતી નથી.
સભાઃ “રાવણ સમકિતી છતાં આવી આચરણા કેમ કરી ?'
મોહ બહુ ભયંકર છે. વિષયકષાયમાં પડેલા ક્યારે પાગલ થાય એ કહેવાય નહિ. દેશવિરતિના ધર્મને સરસવની ઉપમા આપી. કેમકે ધર્મ તો ત્યાં નહિ જેવો જ, બાકી બધું તો બીજું ને ? પોતે દીકરા પણ પોતાના બાપના કહેવરાવે. કાંઈ બાપની જગ્યાએ ભગવાનનું નામ ન દે. ભગવાનનું નામ તો કોઈ પૂછે કે દેવ કોણ?” ત્યારે કહે. તેને ગરજ મંદિર તથા ઉપાશ્રયની વધારે કે ઘર તથા દુકાનની ?ગમે તેવો હોય તો પણ ભલે બેસે અહીં પણ ચિંતા ત્યાંની કરે. એને અહીંથી ખસતાં, ગુસ્સો આવતાં કે માન નડતાં વાર કેટલી ? જરા પણ નહીં. આપણે સમજાવીએ કે “ભાઈ ! આમ ન થાય” તો તરત કહી દે કે “એ આપને ખબર ન પડે. વળી પોતાને ડાહ્યામાં ખપાવવા કહે કે “એ બોલી ગયો એનું મને કાંઈ નથી પણ આજ એ બોલ્યો ને કાલે બીજો બોલે; જો એવું બધું ચલાવી લઈએ તો અમારો વ્યવહાર પણ ન નભે.” એટલે પોતાનો એ વ્યવહાર ચલાવવા સેંકડો ઊંધાં-ચત્તા કર્યા વિના એ રહે નહિ. આ બધી બહુ નીચી કોટિની વાતો છે ? સમ્યક્ત શું કામ કરે છે ?
રાવણ ગમે તેવો પણ કોણ ? રમણીનો રાગી, રાજ્યનો લોભી, નિયાણું કરીને આવેલો, નિયમા નરકે જનારો; પોતે જેટલું ભેગું કર્યું છે તેની મમતા