________________
परमात्मने नमः। શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્યદેવપ્રણીત
શ્રી સમયસાર
( શ્લોક - ૫ ) હવે આચાર્ય શુદ્ધનયને પ્રધાન કરી નિશ્ચય સમ્યકત્વનું સ્વરૂપ કહે છે. અશુદ્ધનયની (વ્યવહારની) પ્રધાનતામાં જીવાદિ તત્વોના શ્રદ્ધાનને સમ્યકત્વ કહ્યું છે તો અહીં એ જીવાદિ તત્વોને શુદ્ધનય વડે જાણવાથી સમ્યકત્વ થાય છે એમ કહે છે. ત્યાં ટીકાકાર એની સૂચનારૂપે ત્રણ શ્લોક કહે છે; તેમાં પહેલાં શ્લોકમાં એમ કહે છે કે વ્યવહારનયને કથંચિત્ પ્રયોજનવાન કહ્યો તોપણ તે કાંઈ વસ્તુભૂત નથી :
(માલિની). व्यवहरणनयः स्याद्यद्यपि प्राक्पदव्यामिह निहितपदानां हन्त हस्तावलम्बः। तदपि परममर्थं चिच्चमत्कारमात्रं
परविरहितमन्तः पश्यतां नैष किञ्चित् ।।५।। શ્લોકાર્થઃ- [ વ્યવ૬૨T-ના:] જે વ્યવહારનય છે તે [ યદ્યપિ] જોકે [ રૂદ પ્રાવપર્વવ્યાં] આ પહેલી પદવીમાં (જ્યાં સુધી શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ ન થઈ હોય ત્યાં સુધી) [નિદિત-પલાનાં] જેમણે પોતાનો પગ માંડેલો છે એવા પુરુષોને, [7] અરેરે! [સ્તાવનડુ: ચાત] હસ્તાવલંબ તુલ્ય કહ્યો છે,[તવ્-પિJતોપણ[ વિ-મારમાત્ર પર-વિરહિત પર કર્થ મન્ત: પશ્યતાં] જે પુરુષો ચૈતન્ય-ચમત્કાર-માત્ર પદ્રવ્યભાવોથી રહિત (શુદ્ધનયના વિષયભૂત) પરમ અર્થ'ને અંતરંગમાં અવલોકે છે, તેની શ્રદ્ધા કરે છે તથા તરૂપ લીન થઈ ચારિત્રભાવને પ્રાપ્ત થાય છે તેમને [ps:] એ વ્યવહારનય [ વિન્વિત ] કાંઈ પણ પ્રયોજનવાન નથી.
ભાવાર્થ-શુદ્ધ સ્વરૂપનું જ્ઞાન, શ્રદ્ધાન તથા આચરણ થયા બાદ અશુદ્ધનય કાંઈ પણ પ્રયોજનકારી નથી. ૫.