Book Title: Samayasara
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 7
________________ - - - સમયસાર : સર્વોત્કૃષ્ટ પરમાગમ અધ્યાત્મ-પરંપરામાં આચાર્ય કુન્દકુન્દનું સ્થાન ગરિમાપૂર્ણ છે. "સમયસાર” તેમનો સર્વોત્કૃષ્ટ પરમાગમ કહેવાય છે. સાંપ્રતના પ્રકાંડ વિદ્વાન, વિદ્યાભૂષણ એલાચાર્ય વિદ્યાનંદજીનું આચાર્ય-પરંપરામાં વિશિષ્ટ સ્થાન છે. તેઓશ્રીની પ્રેરણાથી અમૃત પુરુષ આચાર્ય શ્રી તુલસીએ મેલાપુરષ યુવાચાર્યશ્રી મહાપ્રજ્ઞને સમયસાર' વિશે વર્તમાન ભાષામાં વિવેચન કરવાનો સંકેત કર્યો અને તેના ફળસ્વરૂપ છે : સમયસાર, નિશ્ચય અને વ્યવહારની ભૂમિકા ઉપર વિશુદ્ધ આત્મતત્ત્વનું મૂળગ્રાહી વિસ્તૃત વિવેચન. * પ્રજ્ઞાપુરુષ યુવાચાર્યશ્રી મહાપ્રજ્ઞજી દ્વારા પ્રસ્તુત સમયસાર' ગ્રંથનો ગુજરાતી અનુવાદ ગૂર્જર સાહિત્યનો અણમોલ નિધિ તો બનશે જ, સાથોસાથ દિગંબર-શ્વેતાંબર મતમતાંતરમાં અંતર મીટાવનારો માઈલસ્ટોન પણ બનશે તેમજ અધ્યાત્મ-સાધનાનાં સાધકોને માટે પ્રકાશસ્તંભ બનશે. આ અવસરે કીર્તિનિકુંજ આચાર્ય કુન્દકુન્દ, સિદ્ધાંતચક્રવર્તી શ્રી વિદ્યાનંદજી, સહિષ્ણુતા અને સમન્વયના મહાન ઉદઘોષક આચાર્યશ્રી તુલસી તથા જૈન આગમની અતિ વાણીનું વૈજ્ઞાનિક અને મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ કરનાર અલૌકિક પ્રજ્ઞાવાન યુવાચાર્ય મહાપ્રજ્ઞનાં ચરણોમાં અનેકાન્ત ભારતી પ્રકાશન પરિવારની શતશત વંદના. ત્વરિત અને સુંદર અનુવાદ માટે શ્રી નટવરલાલ યાજ્ઞિકના સૌજન્યનો સ્વીકાર કરીએ છીએ. શ્રી નવનીતભાઈ સી. પટેલ પ્રેક્ષાધ્યાન એકેડેમીના ઉપક્રમે આવા મૂલ્યવાન ગ્રંથોના પ્રકાશનમાં સતત ઉત્સાહ અને હૂંફ આપતા રહે છે, તે બાબતનો પણ સ્વીકાર કરીએ છીએ. વિજયાદશમી : ૧૯૯૨ - શુભકરણ સુરાણા પ્રિબંધ સંપાદક] - રોહિત શાહ __ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 180