Book Title: Samayasara Author(s): Mahapragna Acharya Publisher: Anekant Bharati Prakashan View full book textPage 6
________________ ઈ.સ. ૧૯૮૭માં એલાચાર્ય વિદ્યાનંદજી અણુવ્રત ભવનમાં પધાર્યા. તેઓ દિલ્હીથી પ્રસ્થાન કરીને દક્ષિણની યાત્રા માટે જઈ રહ્યા હતા. આચાર્યશ્રીની સાથે સંવાદ ચાલી રહ્યો હતો. તેમણે કહ્યું, આચાર્ય કુન્દકુન્દની દ્વિસહસ્રાબ્દી ઉજવાઈ રહી છે, ત્યારે સમયસાર' ઉપર કંઈક લખવું જોઈએ. તેમની આ ભાવના આચાર્યપ્રવરે સ્વીકારી લીધી. તે સ્વીકૃતિનું પરિણામ છે પ્રસ્તુત ગ્રંથ : સમયસાર : નિશ્ચય અને વ્યવહારની યાત્રા. પ્રસ્તુત કૃતિમાં સમયસારની ક્રમબદ્ધ વ્યાખ્યા આપી નથી, પરંતુ તેનાં કેટલાંક પદ્યોના હાર્દનો સ્પર્શ કરવામાં આવ્યો છે. આજના વાચકો ભાષા અને પરિભાષાની જટિલતાથી દૂર રહીને જાણવા ઇચ્છે છે. પરિભાષાથી, મુક્ત ભાવાભિવ્યક્તિ માટે વ્યાપક દષ્ટિકોણ, ઉદાર ભાવના અને ઊંડી ડૂબકી વગેરે આવશ્યક છે. અનેક વિદ્વાનોએ આચાર્ય કુન્દકુન્દને નિશ્ચયનયની સીમામાં બાંધવાનો પ્રયત્ન કર્યો છે. તેમનો દષ્ટિકોણ સંકુચિત છે, એવું કહેવાનો મારો આશય નથી પરંતુ અનેકાન્તની સીમાનું અતિક્રમણ કરી રહ્યા છે એમ કહેવામાં મને કાંઈ જ મુશ્કેલી નથી. આચાર્ય કુન્દકુન્દ નિશ્ચય અને વ્યવહાર બન્ને નયોને તેમની પોતપોતાની સીમામાં અવકાશ આપ્યો છે. માત્ર સૂક્ષ્મ પર્યાય જ 'સત્ય નથી, ધૂળ પર્યાય પણ સત્ય છે. આપણો વ્યવહાર સ્થળ પર્યાયોના આધારે નભે છે. શું સત્યની એક બાજુનો નકાર કરીને, અસત્યને આમંત્રણ આપવામાં આવી રહ્યું નથી ? આ વિષય ઉપર ચર્ચા આવશ્યક છે. પ્રસ્તુત કતિમાં કેટલાંક બિન્દુઓ ઉપર સહજ-સરળ ચર્ચા થઈ છે. ચિંતનનાં નવાં બિન્દુઓને રેખામાં રૂપાંતરિત કરવાનો આ નાનકડો પ્રયત્ન છે. આ પ્રયત્ન ક્યારેક વિશદ્ અને વ્યાપક સ્વરૂપ ધારણ કરી શકે છે. મુનિ દુલહેરાજજી સાહિત્ય-સંપાદનના કાર્યમાં પ્રારંભથી સક્રિય રહ્યા છે. તેઓ આ કાર્યમાં કુશળ છે. આ ગ્રંથના સંપાદનમાં મુનિ ધનંજયકુમારે નિષ્ઠાપૂર્વક પુરુષાર્થ કર્યો છે. - યુવાચાર્ય મહાપ્રજ્ઞા ૯ એપ્રિલ : ૧૯૯૧ ગ્રીનહાઉસ, સી સ્કીમ, જયપુર. - IV For Personal and Private Use Only Jain Educationa International www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 180