Book Title: Samayasara
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 5
________________ 6) પ્રસ્તુતિ ચેતનાના સ્તર અનેક છે. મોહ દ્વારા પ્રભાવિત ચેતના પદાર્થમાં આસકત બને છે. આસતિ ચેતનાના એક સ્તરનું નિર્માણ કરે છે. તેનું નામ છે : બહિરાત્મા, બાહ્ય વિષયોમાં અટવાયેલી ચેતના. મોહનો વિલય અથવા તેનું ઉપશમન ચેતનાના દષ્ટિપક્ષ-સ્તરનું નિર્માણ કરે છે. તેનું નામ છે : અંતરાત્મા. ચેતનાની ગતિ બદલાય છે. તે બહારથી અંદરની તરફ થઈ જાય છે. મોહવિલય અથવા તો તેના ઉપશમનનું પ્રમાણ વધુ વિકસતાં ચેતનાના ચરિત્રપક્ષ-સ્તરનું નિર્માણ થાય છે. તેનું નામ છે : પરમાત્મા. આ કહેણી-કરણી વચ્ચેના અંતરની સમાપ્તિનું પ્રારંભબિન્દુ છે. સમય એટલે આત્મા. તેનો સાર એટલે બહિરાત્માનું અતિક્રમણ કરીને અંતરાત્મા અને પરમાત્મા તરફ પ્રસ્થાન કરવું. આ પ્રસ્થાન એ જ અધ્યાત્મ છે. આચાર્ય કુન્દકુન્દ અધ્યાત્મના મહાન પ્રવકતા તેમજ માર્ગદર્શક હતા. તેમનું માર્ગદર્શન સમયસાર'માં પ્રતિબિમ્બિત અને પ્રતિધ્વનિત થઈ રહ્યું છે. સમયસાર'. અધ્યાત્મ ક્ષેત્રે વિશિષ્ટ ગ્રંથ છે. વિશ્વસાહિત્યમાં અધ્યાત્મ વિષયક જે ગ્રંથો છે, તે પૈકીના પ્રથમ પંકિતના ગ્રંથોમાં સ્થાન પામતો આ ગ્રંથ છે. તેના ઊંડાણ સુધી પહોંચવું સરળ નથી. કઠિનને સરળ બનાવવાનું અપેક્ષિત છે. પ્રાચીન ભાષા અને પરિભાષાને નવા સંદર્ભો મળે તો તે સહજ સુગમ અને સુપાચ્ય બની શકે છે. પ્રસ્તુત ગ્રંથમાં તેનો એક પ્રયોગ જોવા મળશે. III For Personal and Private Use Only Jain Educationa International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 180