________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મોહનીય કર્મ વિવરણ
પર સ્વભાવ પરરૂપને, મા અપનો આ૫;
એ વિકલ્પ સબ છોડકે, નયે સિદ્ધગુણ થાપ. જેમ મદિરા પીવાવાળો પોતાને અને પરને જાણતો નથી પણ મદિરાવશ યુદ્ધાતદ્ધા વચન બોલે છે (ચિત્ર ક્રમાંકઃ ૬) તે જ પ્રમાણે મોહનીયકર્મવશ જીવ પોતાનો પોતામાં પોતામય સ્વસ્વરૂપ સ્વાનુભવગમ્ય સમ્યજ્ઞાનમય સ્વભાવને જાણતો નથી પણ પરને આ પ્રમાણે માને છે કે – “આ તન-મન-ધન-વચનાદિક છે તે જ હું છું” એ જ મોહ છે (હવે) નિશ્ચય મોહના વચનને કહું છું તે સાંભળો. એ તન મન ધન વચનાદિક છે તે જ હું છું, એક તો આ વિકલ્પ તથા બીજો આવો વિકલ્પ છે કે – “આ તન મન ધન વચનાદિક છે તે હું નથી' અર્થાત આ છે તે જ હું છું તથા આ છે તે હું નથી એ બંને વિકલ્પ જ છે. અને એ જ નિશ્ચય મોહ છે, તથા એ બન્ને વિકલ્પને અને સ્વસ્વરૂપ સ્વાનુભવગમ્ય સમ્યજ્ઞાનમયી સ્વભાવવસ્તુને એક તન્મયી અગ્નિ ઉષ્ણતાવ – સૂર્યપ્રકાશવત્ માને છે – જાણે છે, કહે છે. તે મોહી મિથ્યાદષ્ટિ છે. એનાથી ભિન્ન છે તે સમ્યગ્દષ્ટિ છે. હું તે આ અને તે તથા એ ચારનો જેટલો ખેલ – વિલાસ છે તે સર્વ દ્રવ્યકર્મ – ભાવકર્મ-નોકર્મથી તન્મય – એકમય સમજવા. હાય હાય મોહનીફર્મવશ જેને ભલા માને છે તેને જ પાછાં બૂરા માને છે – જેને ઇષ્ટ માને છે તેને જ અનિષ્ટ માને છે, મોહી જીવને આ નિશ્ચય નથી કે જેમાં જ્ઞાનગુણ છે તે જ હું છું, અને જો નિશ્ચય છે તો માત્ર કહેવા પૂરતો, પણ સ્વસ્વરૂપ સ્વાનુભવ નથી. કારણ કે -તન-મન-ધનવચન આદિ અજીવવસ્તુને અને જ્ઞાન ગુણમય જીવન સૂર્ય અંધકાર જેવો અંતરભેદ પરસ્પર સ્વભાવથી જ છે, આ ભેદવિજ્ઞાન જેના અંત:કરણમાં ગુરુઉપદેશથી આકાશવત્ અચલ ટકે છે તે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com