________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
નયદ્વારા આત્મવસ્તુ વિવરણ
પ્રશ્ન:- આત્મા કેવો છે અને તે કેવી રીતે પમાય?
દષ્ટાંતદ્વારા ઉત્તર:- આ આત્મા ચેતનસ્વરૂપ અનંતધર્માત્મક એક દ્રવ્ય છે, તે અનંતધર્મ અનંતનયનો વિષય છે, અનંતનય બધા શ્રુતજ્ઞાન છે, અને એ શ્રુતજ્ઞાન-પ્રમાણવડ આત્માને અનંતધર્માત્મક જાણીએ છીએ તેથી ન દ્વારા વસ્તુ દર્શાવીએ છીએ:- (એક આત્માને એકકાળે બધા નો લાગુ થાય છે)
દ્રવ્યાર્થિકનયથી એ જ આત્મા ચિન્માત્ર છે, જેમ વસ્ત્ર એક છે. ૧.
તથા પર્યાયાર્થિકનયથી એ જ આત્મા જ્ઞાન-દર્શનાદિરૂપથી અનેક સ્વરૂપ છે, જેમ એ જ વસ્ત્ર સુતરના તંતુઓ દ્વારા અનેક છે. ૨
એ જ આત્મા અસ્તિત્વનય વડે સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવોથી અસ્તિત્વરૂપ છે, જેમ લોહનું બાણ પોતાના દ્રવ્યાદિ ચતુષ્ટયવડ અસ્તિત્વરૂપ છે, તેમાં લોખંડ તો દ્રવ્ય છે, તે ધનુષ અને દોરાની વચ્ચે રહે છે તેથી તે બાણનું ક્ષેત્ર છે, જે સાધવાનો સમય છે તે કાલ અને નિશાની સામે છે તે ભાવ છે, એ પ્રમાણે પોતાના ચતુષ્ટય વડ લોહમય બાણ અસ્તિત્વરૂપ છે; સ્વચતુષ્ટય એ રીતે સ્વચુખ વડે આત્મા અસ્તિત્વરૂપ છે. ૩
એ જ આત્મા નાસ્તિત્વનયથી પરદ્રવ્ય ક્ષેત્ર-કાળ-ભાવથી નાસ્તિત્વરૂપ છે, જેમ એ જ લોહમય બાણ પરચતુષ્ટયથી લોહમય નથી, ધનુષ અને દોરી વચ્ચે પણ નથી, સાધવાની સ્થિતિમાં નથી અને નિશાનની સામે નથી, એ પ્રમાણે એ જ લોહમય બાણ પરચતુષ્ટયનયથી નાસ્તિત્વરૂપ છે. એ પ્રમાણે પરચતુષ્ટયથી આત્મા નથી. ૪
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com