________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૪ ]
[ સભ્યજ્ઞાન દીપિકા ક્ષીરોદધિસમુદ્રમાં કોઈ એક ઝેરનું બિંદુ નાખી દે તો શું સમુદ્ર ઝેરમય બની જશે ? અર્થાત્ નહિ બને.
ઊંધા કળશ ઉપર ગમે તેટલું પાણી રેડો તો પણ પાણી તે કળશની અંદર જવાનું નથી.
એક યોજન સમચોરસ મકાનમાં એક સરસવનો દાણો પડયો છે તે કોણ જાણે ક્યાં પડયો છે?
એક દર્પણમાં મયૂરની રંગબેરંગી પ્રતિછાયા દેખાય છે તે નિશ્ચયથી મયૂરથી ભિન્ન નથી તથા દર્પણ, દર્પણથી ભિન્ન નથી.
એક ધૂળ ધોવાવાળો નારીયાને પાંચ લાખ રૂપિયાનાં પાંચ રત્ન મળી ગયાં ત્યારે કોઈએ તે નારીયાને કહ્યું કે- ‘હવે તો આ ધૂળ ધોવાનું છોડી દે' ત્યારે તે નારીઓ બોલ્યો કે–છોડું કેવી રીતે ? મને તો આ ધૂળમાંથી રત્ન મળ્યાં છે.
દીવાના પ્રકાશમાં મનવાંચ્છિત રત્ન મળી ગયું હવે દીવો રાખો તો પણ શું અને ન રાખો તો પણ શું?
અચેતન મૂર્તિ ઉપર પક્ષી આવીને બેસે છે પણ ડરતું નથી
કોઈ સ્ત્રીનો ભર્થાર પરદેશમાં ગયો હતો ત્યાં મરી ગયો ત્યારે તે સ્ત્રી તેની મૂર્તિ બનાવીને ભથ્થરની માફક આનંદ લેવા ઇચ્છે છે પણ તે મિથ્યા છે, અથવા એ જ સ્ત્રી પરદેશમાં મરેલા ભર્થારનું નામમાત્ર સ્મરણ કરે તો પણ શું તે સ્ત્રીને પ્રત્યક્ષ ભર્થારના જેવો આનંદ થશે ? અર્થાત્ નહિ થાય.
સર્વ નામને કરવાવાળો તેનું નામ શું?
તથા સર્વનો સાથીદાર તેનાં રંગ-રૂપ શા ?
એક મૂર્ખ જે ઝાડની ડાળની ઉપર બેઠો છે તે જ ડાળને પોતાને (ભોંય ) પડી જવા તરફથી કાપે છે એ જોઈને જ્ઞાનીને જ્ઞાન
થયું.
એક કળશ ગંગાજળથી ભર્યો છે તથા બીજો કળશ વિષ્ટાથી Please inform us of any errors on Rajesh@AtmaDharma.com