________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મપ્રાપ્તિનો પ્રકાર ]
[ ૧૦૫ ભર્યો છે, કદાપિ એ બન્ને કળશ ફુટી જાય તો તે ફુટવાથી શું જતું રહે છે?
ચામાચીડી, વડવાગોળ અને ઘૂવડને સૂર્યની બિલકુલ ખબર નથી. એક દિવસે ચામાચીડિયાને એવું સાંભળવામાં આવ્યું કે-સૂર્ય ઊગવાનો છે, ત્યારે તે ચામાચીડિયું વડવાગળની પાસે જઈને કહ્યું કે‘સૂર્ય ઊગવાનો છે’ ત્યારે વડવાગોળ બોલી કે- ‘સૂર્ય તો કદી ઉગ્યો જ નથી છતાં ભલા આપણો માલિક ઘૂવડ છે તેને જઈને પૂછીએ ’ એવો વિચાર કરીને તે ચામાચીડિયું અને વડવાગોળ એ બન્ને પેલા ઘુવડની પાસે ગયાં, અને જઈને કહ્યું કે-સૂર્ય ઉગવાનો છે એવું અમે સાંભળ્યું છે, ત્યારે ઘૂવડ બોલ્યો કે–એક વખતે હું સ્થાન ચૂકીને ચાર પહોર બેસી રહ્યો તેથી મારી પાંખો ગરમ થઈ ગઈ, એ જ કદાચિત્ ગરમ-ગરમ અર્થાત્ તાતો-તાતો સૂર્ય હોય તો હોય !
માનસરોવ૨ની ખબર કૂવાના દેડકાને હોતી નથી. કોઈ હંસ એ દેડકાને માનસરોવરની સાચી (ખબર) પણ કહે તોપણ તે દેડકો (તે વાત ને) પ્રમાણરૂપ કરતો નથી.
(દોહરો )
જાતિ-લાભ-કુલ-રૂપ-તપ, બલ વિદ્યા અધિકાર; એ આઠ મદ હે બૂરા, મત પીવો દુ:ખકાર.
જેમ સૂર્યથી અંધકાર જુદો છે તેમ આ આઠ મદ ૫૨માત્માથી જીદા છે. સમ્યગ્દર્શન-સમ્યગ્નાન-સમ્યપ્ચારિત્ર એ કહેવામાત્ર ત્રણ છે પણ નિશ્ચયથી જોઈએ તો એક જ છે, જેમ અગ્નિ, ઉષ્ણતા અને પ્રકાશ એ ત્રણ નામ કથનમાત્ર છે પણ નિશ્ચયથી જોઈએ તો એક જ છે.
જે અવસ્થામાં મુનિ સૂતા છે તે અવસ્થામાં જગત જાગતું છે તથા જે અવસ્થામાં જગત જાગતું છે તે અવસ્થામાં મુનિ સૂતા છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com