Book Title: Samaya Gyan Dipika
Author(s): Dharmadas
Publisher: Vitrag Sat Sahitya Trust Bhavnagar

View full book text
Previous | Next

Page 149
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૧ર ] ( [ સમ્યજ્ઞાન દીપિકા કરવાવાળાને અન્યને અન્યનો આધાર-આધેયભાવ પ્રતિભાસતો નથી, માટે જ્ઞાન છે તે તો જ્ઞાનમાં જ છે અને ક્રોધાદિક છે તે ક્રોધાદિકમાં જ છે. એ પ્રમાણે જ્ઞાન અને ક્રોધાદિકનું તથા કર્મ-નોકર્મના ભેદનું (તફાવતનું) જ્ઞાન છે તે ભલા પ્રકારથી સિદ્ધ થયું. ભાવાર્થ:- ઉપયોગ છે તે તો ચેતનાના પરિણમન જ્ઞાનસ્વરૂપ છે અને ક્રોધાદિક ભાવકર્મ, જ્ઞાનાવરણાદિ દ્રવ્યકર્મ તથા શરીરાદિ નોકર્મ એ બધાય પુદ્ગલદ્રવ્યના પરિણામ છે તે જડ છે, તેને અને જ્ઞાનને પ્રદેશભેદ છે તેથી (તેમાં) અત્યંત ભેદ છે, માટે ઉપયોગમાં તો ક્રોધાદિક કે કર્મ-નોકર્મ નથી તથા ક્રોધાદિમાં અને કર્મ-નોકર્મમાં ઉપયોગ નથી. એ પ્રમાણે તેમને પરમાર્થસ્વરૂપ આધાર-આધેયભાવ નથી પણ પોતપોતાના આધાર-આધેયભાવ પોતપોતામાં છે. તેમને પરમાર્થથી પરસ્પર અત્યંત ભેદ છે. એવા ભેદને જાણે તે જ ભેદવિજ્ઞાન છે અને તે ભલા પ્રકારથી સિદ્ધ થાય છે. (દોહરો) પરમાતમ અર જગત કે, બડો ભેદ સુન સાર; ધર્મદાસ ઔરું લીખે, વાંચ કરો નિરધાર. જૈસે સૂરજ તમ વિષે, નહિ નહિ સુન વીર; તૈસેહી તમને વિષે, સૂરજ નહિ રે ધીર. પ્રકાશ-સુરજ એક હૈ, જડ-ચેતન નહિ એકઃ ધર્મદાસ સાચી લીખે, મનમેં ધારિ વિવેક. સ્પર્શ આઠ, રસ પાંચ, વર્ણ પાંચ, ગંધ બે (એ સર્વ) આત્મા નથી, કારણ કે એ સ્પર્શાદિક પુદ્ગલ-અચેતન-જડ છે, માટે આત્માને અને અચેતનપુદગલને ભેદ છે. વળી શબ્દ, બંધ, સૂક્ષ્મ, સ્થૂલ, સંસ્થાન, ભેદ, અંધકાર, છાયા, આતપ અને ઉદ્યોત (એ સર્વ) પણ આત્મા નથી, કારણ કે એ શબ્દ-બંધાદિક પુદ્ગલની પર્યાયો Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 147 148 149 150 151 152 153