________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦૬ ]
[ સમ્યજ્ઞાન દીપિકા સૂર્યને અંધકારની ખબર નથી તથા અંધકારને સૂર્યની ખબર નથી.
(કવિત) લાલ વસ્ત્ર પહેરેસે દેહ તો ન લાલ હોય, સદ્ગુરુ કહે ભવ્યજીવસે તોડો તુરત મોહકી જેલ માટીનું કાર્ય ઘટ, જેમ માટી તેના બહાર અને અંદર છે. પૂર્ણિમાનો ચંદ્રમાં અને અમાસના સૂર્યમાં અંતર નથી.
દક્ષિણાયન તથા ઉતરાયણની અને કૃષ્ણપક્ષ તથા શુક્લ પક્ષની ચાર પહોર રાત્રિના પક્ષ છોડીને જોયું કે પૂર્ણિમા અને અમાસના સૂર્ય-ચંદ્રમાં શું અંતર છે ?
બીજનો ચંદ્ર ઉગ્યો છે તે (જરૂર) પૂર્ણ ગોળાકાર થશે ફિકર ન કરવી.
બાળકના હાથની મુઠીમાં અમૂલ્ય રત્ન છે અને તે બાળક એ રત્નને શ્રેષ્ઠ જાણીને છોડતું પણ નથી, મૂઠી દઢ બાંધી રાખી છે, પરંતુ તે બાળક તે રત્નને બાળભાવથી શ્રેષ્ઠ જાણે છે પણ સમ્યજ્ઞાનભાવથી (શ્રેષ્ઠ) જાણતો નથી.
- જ્ઞાનાવર્ણાદિ દ્રવ્યકર્મ, રાગાદિક ભાવકર્મ અને શરીરાદિક નોકર્મથી તે પરમાત્મા અલગ છે. જેમ સૂર્યથી અંધકાર અલગ છે તેમ એ પરમાત્માથી ભાવકર્મ, દ્રવ્યકર્મ અને નોકર્મ આદિ સર્વ કર્મો અલગ છે.
જે અનંત જ્ઞાનાદિરૂપ નિજભાવને કદી પણ ન છોડે તથા કામ-ક્રોધાદિરૂપ પરભાવને કદી પણ ન ગ્રહે, જેમ સૂર્ય પોતાના ગુણ, પ્રકાશ અને કિરણાદિને છોડતો નથી, તથા પર જે અંધકાર આદિને કદી પણ ગ્રહણ કરતો નથી, તે જ પ્રમાણે તે પરમાત્મા પરને ગ્રહતો નથી અને પોતાને તથા પોતાના જ્ઞાનાદિ ગુણોને છોડતો નથી એવો તે પરમાત્મા પરમ પવિત્ર છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com