Book Title: Samaya Gyan Dipika
Author(s): Dharmadas
Publisher: Vitrag Sat Sahitya Trust Bhavnagar

View full book text
Previous | Next

Page 145
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates तत् सत् परब्रह्मपरमात्मने नमः અથ આકિંચન ભાવના (દોહરો ) મેરા મુજસે અલગ નહિ, સો ૫૨માતમદેવ; તાકું વં ભાવસે, નિશદિન ક૨તા સેવ. મેરા મુજસે અલગ નહિ, સો સ્વરૂપ હૈ મોય; ધર્મદાસ ક્ષુલ્લક કહે, અંત૨-બાહિર જોય. જ્યાં અપના નિજ રૂપ હૈ, જાણન-દેખન જ્ઞાન; ઇસ બિન ઔર અનેક હૈ, સો મેં નહિં સુજાણ. અન્ય દ્રવ્ય મેરા નહિ, મેં મેરો હી સાર; ધર્મદાસ ક્ષુલ્લક કહે, સો અનુભવ સિ૨દા૨. 66 મારા જ્ઞાનદર્શનમય સ્વરૂપ વિના અન્ય કિંચિત્માત્ર પણ મારું નથી, હું કોઈ અન્ય દ્રવ્યનો નથી, મારું કોઈ અન્ય દ્રવ્ય નથી, જે મારાથી અલગ છે તેનાથી હું પણ અલગ છુ”, એવા અનુભવને આકિંચન કહે છે એ જ અનુભવ મને છે, હું આત્મા છું તે જ મને ‘હું’ સમજું છું. હું આત્મન્? (તમે ) પોતાના આત્માને દેહથી અલગ જ્ઞાનમય, અન્ય દ્રવ્યની ઉપમારહિત તથા સ્પર્શ-રસ-ગંધ-વર્ણ રહિત જાણો. દેહ છે તે હું નથી તથા દેહની અંદર-બહાર જે આકાશાદિક છે તે પણ હું નથી, દેહ તો અચેતન-જડ છે, હાડ-માંસ-મળ-મૂત્રથી બન્યો છે, તન-મનથી બન્યો છે, હું એ દેહથી પ્રથમથી જ એવો અલગ છું કે જેમ અંધકારથી સૂર્ય અલગ છે તેમ, તથા આ બ્રાહ્મણપણું, ક્ષત્રી, વૈશ્ય, શુદ્રાદિક જાત-કુલ દેહનાં છે, અને સ્ત્રીપુરુષ-નપુંસકાદિક લિંગ દેહનાં છે-મારા Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 143 144 145 146 147 148 149 150 151 152 153