Book Title: Samaya Gyan Dipika
Author(s): Dharmadas
Publisher: Vitrag Sat Sahitya Trust Bhavnagar

View full book text
Previous | Next

Page 146
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આકિંચન ભાવના ] [ ૧૦૯ નથી મને દેહ જ જાણે છે-માને છે તે બહિરાત્મા-મિથ્યાદષ્ટિ છે, વળી આ ગોરાપણું-શ્યામપણું-રાજાપણું-અંકપણું સ્વામીપણું-સેવકપણુંપંડિતપણું-મૂર્ખપણું-ગુરુપણું ચેલાપણું ઇત્યાદિ રચના દેહની જ છેમારી નથી, હું તો જ્ઞાતા છું; નામ અને જન્મ-મરણાદિક દેહના ધર્મ છે, ત્રણ લોક ત્રણકાળ વા લોકાલોકમાં જેટલાં નામ છે તે (સર્વ) મારાં નથી, તથા ત્રણ લોક ત્રણ કાળ વા લોકાલોક છે તે (સર્વ) મારાથી એવા અલગ છે કે જેવો સૂર્યથી અંધકાર અલગ છે તેવા. વળી હું જૈનમતવાળા, વૈષ્ણવમતવાળા, શિવમતવાળા વગેરે કોઈ મતવાળાનો શિષ્ય કે ગુરુ નથી, પ૨ (રૂપ ) કર્તા, કર્મ, ક્રિયા, સંપ્રદાન, અપાદાન અને અધિકરણથી (હું) અલગ છું. (દોહરો ) એ આકિંચન ભાવના, ભાવે સુરત સંભાલ; ધર્મદાસ સાચું લખે, મુક્ત હોય તત્કાલ. અપનો આપો દેખકે, હોય આપકો આપ, હોય નિશ્ચિત તિષ્ટયો રહે, કિસકા ક૨ના જાપ ? ઇતિ આકિંચન ભાવના સમાત. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 144 145 146 147 148 149 150 151 152 153