________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૨ ]
[ સમ્યજ્ઞાન દીપિકા
વડની વચમાં અનેક વડો તથા એ અનેક વડમાં અનંતાનંત
બીજ છે.
એક સંનિપાતસહિત પુરુષ પોતાના ઘરમાં સૂતો છે તો પણ તે કહે છે ‘મારા ઘરમાં જાઉં’.
એક શેખચલ્લીની પાઘડી પોતાના માથા ઉ૫૨થી જમીન ઉપર સરી તેને પેલો શેખચલ્લી ઉપાડીને કહે છે કે આ એક પાઘડી મને મળી ગઈ '.
વાંસની સાથે વાંસ ઘસાય ત્યારે અગ્નિ ઉત્પન્ન થાય છે અને તે અગ્નિ તે વાંસને ભસ્મ કરી પોતે પણ ઉપશમ (ઠંડો) થઈ જાય છે.
શંખ ધોળો છે તે કાળી-પીળી લાલ માટીનું ભક્ષણ કરે છે તો પણ શંખ પોતે શ્વેતનો શ્વેત રહે છે.
બે બજાજની (વેપારીની ) દુકાન ભાગીદારીમાં ભેગી હતી. ત્યાં કોઈ કારણથી બન્ને વેપારીને પરસ્પર રાગ ઉતરી ગયો તેથી તે બન્ને વેપા૨ી પરસ્પર અડધાં અડધાં વસ્ત્ર ફાડીને ભાગ વહેંચવા લાગ્યા, ત્યારે કોઈ સમ્યક્ જાણનારે કહ્યું કે ‘તમે આ પ્રમાણે પરસ્પર ભાગ કરો છો પણ એથી તો તમને સો રૂપિયાના વસ્ત્રના પચાસ રૂપિયા ઉપજશે અને ઘણું નુકશાન થશે' ત્યારે બન્ને નુકશાન થતું જાણીને ભેગા જ રહ્યા.
પૂર્ણિમાના ચંદ્રને અને અમાસના સૂર્યને ભ્રાંતિથી અંતર દેખાય છે.
એક શાહુકારે પોતાના પુત્રને પરદેશ મોકલ્યો. કેટલાક દિવસ પછી દીકરાની વહુ બોલી કે ‘હું તો વિધવા થઈ ગઈ ‘ત્યારે તે શેઠે પોતાના પુત્રના નામ ૫૨ પત્ર મોકલ્યો તેમાં આ પ્રમાણે લખ્યું કે ‘હૈ દીકરા! તારી વહુ તો વિધવા થઈ ગઈ છે' એટલે તે શેઠનો પુત્ર આ પત્ર વાંચી શોક કરવા લગ્યો, ત્યારે કોઈએ પૂછ્યું કે ‘તું
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com