________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
૧૦૦ ]
[ સમ્યજ્ઞાન દીપિકા
મેઘવાદળમાં સૂર્ય છે તેને કોઈ કાળો વા મેઘવાદળ જેવો માને છે તે મિથ્યાદષ્ટિ છે, તથા સૂર્યની આડાં મેઘવાદળ આવી જાય ત્યારે તે સૂર્ય પોતાના સૂર્યપણાને છોડીને કહે–વિચારે કે ‘હું તો સૂર્ય નથી પણ મેઘવાદળ છું' એ પ્રમાણે જો સૂર્ય પોતાને સમજે તો તે સૂર્ય પણ મિથ્યાદષ્ટિ જ છે.
માર્ગમાં પંક્તિબંધ વૃક્ષ છે તેની છાયા પણ પંક્તિબંધ છે, એક પુરુષ તે છાયાની પંક્તિ (લાઈન) બરાબર ચાલ્યો જાય છે ત્યાં (પેલા વૃક્ષોનો ) પડછાયો એક જાય છે અને એક આવે છે.
ગરમ લોખંડના ગોળામાં અગ્નિ અંદર અને બહાર છે પરંતુ અગ્નિ અને લોખંડનો ગોળો અલગ અલગ છે.
ચંદ્રમા વાદળમાં છુપાઈ રહ્યો છે પરંતુ ચંદ્ર અને વાદળ અલગ અલગ છે.
ધ્વજા પવનના સંયોગથી પોતાની મેળે જ ઊલઝે છે-સુલઝે છે. ચૂરણ કહેવામાત્રમાં એક છે પરંતુ તેમાં સૂંઠ, મરી, પીંપર, હરડે આદિ બધાં અલગ અલગ છે.
એક ચુંદડીમાં અનેક ટપકાં છે; એક કોટમાં અનેક કાંગરા છે; એક સમુદ્રમાં અનેક લહેરો-કલ્લોલો છે; એક સુવર્ણમાં અનેક આભૂષણ છે; એક માટીમાં અનેક હાંડા-વાસણ છે તથા એક પૃથ્વીમાં અનેક મઠ-મકાન છે; તે જ પ્રમાણે એક પરમાત્મા ના કેવલજ્ઞાનમાં અનેક જગત ઝલકી રહ્યું છે.
કૃષ્ણરંગની ગાયો ચાર ભલે હો પરંતુ તે બધીનું દૂધ મીઠું જ
હોય છે.
લોખંડના પીંજરામાં બેઠેલો પોપટ રામ રામ કહે છે પરંતુ રામ રામ કહેવાથી લોખંડનો બંધ નતૂટયો તો રામ રામ કહેવાથી જમનો ફંદ કેવી રીતે તૂટશે ?
એક પુરુષ પરસ્ત્રીલંપટ હતો તેને સ્વપ્ન આવ્યું ત્યાં તે પુરુષ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com