Book Title: Samaya Gyan Dipika
Author(s): Dharmadas
Publisher: Vitrag Sat Sahitya Trust Bhavnagar

View full book text
Previous | Next

Page 136
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આત્મપ્રાપ્તિનો પ્રકાર ] [ ૯૯ ભીંતની સાથે ભીડાઈ-અથડાઈ (લડી) પોતાનો દાંત પોતે તોડીને દુ:ખી થયો. એક વાનર મોટા વૃક્ષ ઉપર રાત્રિસમયમાં બેઠો હતો, વૃક્ષની નીચે એક સિંહ આવ્યો, ત્યાં ચંદ્રમાની ચાંદનીમાં પેલા વાનરની છાયા સિંહને દેખાઇ, એ દેખીને તે સિંહ પેલી છાયાને સાચો વાનર જાણીને ગર્જના કરી પેલી વાનરની છાયાને પંજો માર્યો; ત્યારે વૃક્ષના ઉપર બેઠેલો વાનર ભયવાન થઈને નીચે પડયો. એક સિંહ કૂવામાં પોતાની છાયા દેખીને પોતે પોતાના દિલમાં જાણ્યું કે આ બીજો સિંહ છે' ત્યારે (તેણે ) ગર્જના કરી તો કૂવામાંથી સિંહના શબ્દ જેવો જ પ્રતિધ્વનિ આવ્યો, એટલે તે સિંહ ઊછળીને કૂવામાં પડયો. – [ચિત્ર ક્રમાંકઃ ૧૯ ] એક ગાય ચરાવવાવાળા ગોવાળને તુરતનું જન્મેલું સિંહનું બચ્ચું હાથ આવી ગયું, ત્યારે તે ગોવાળ પેલા સિંહના બચ્ચાને (પોતાને ઘે૨) લઈ આવ્યો, લાવી તેને બકરી-બકરાંની સાથે રાખ્યું, તે સિંહનું બચ્ચું બકરીનું દૂધ પી પોતે પોતાને ભૂલી બકરાં-બકરીને પોતાનાં સોબતી જાણીને રહે છે. ભૂંગળીવાળા સળિયાને (પોપટ) પોતાના પંજાથી પકડી રાખે છે ( અર્થાત્ કોઈ અન્ય તેને પકડયો નથી.) અને વાંદરો ઘડામાં ચણાની મુઠ્ઠીને બાંધી તે છોડતો નથી (અર્થાત્ તેની મુઠ્ઠીને અંદર કોઈએ પકડી નથી.) [ચિત્ર ક્રમાંક : ૨૦] છ દ્રવ્ય છે તેનાં ન સાત થાય છે કે ન પાંચ થાય છે એ નિશ્ચય છે. અંધકાર યુક્ત એક મોટા સ્થાનમાં દશ-વીશ-પચાસ મનુષ્ય હોય તેઓ પરસ્પર શબ્દવચન સાંભળીને તે એનો નિશ્ચય કરે છે અને આ તેનો નિશ્ચય કરે છે, તથા શબ્દ સાંભળીને દેખવા-જાણવાની ઇચ્છા કરે છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153