________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મપ્રાપ્તિનો પ્રકાર ]
[ ૯૭ તેના પ્રભાવથી પરિપૂર્ણ જે વહી રહી છે તે કેવલજ્ઞાનરૂપ નદીમાં જે આત્મતત્ત્વ મગ્ન થઈ રહ્યું છે, તથા જે તત્ત્વ સંપૂર્ણ લોક-અલોક દેખવાને સમર્થ છે જે તત્ત્વજ્ઞાન વડે પ્રધાન છે, તત્ત્વ અમૂલ્ય શ્રેષ્ઠ મહારત્નની માફક અતિ શોભાયમાન છે, જે તત્ત્વ લોકાલોકથી અલગ છે (અર્થાત) જેવો લોકાલોક છે તેવું એ તત્ત્વ નથી, અને જેવું એ તત્ત્વ છે તેવો લોકાલોક નથી, લોકાલોક અને એ તત્ત્વને સૂર્યઅંધકાર જેવું અંતર છે, છતાં એ તત્ત્વ લોકાલોકને દેખવા-જાણવાને સમર્થ છે, પણ લોકાલોક એ તત્ત્વને દેખવા-જાણવાને સમર્થ નથી, એ તત્ત્વને (અને) સ્યાદ્વાદરૂપ જિનેશ્વરના મતને અંગીકાર કરો, જગતજનો અંગીકાર કરો ! જેથી પરમાનંદસુખની પ્રાપ્તિ થાય.
જેમ દીપકની જ્યોતિમાં કાલિમા-કાજલ છે, તે જ પ્રમાણે કેવળજ્ઞાન જયોતિ પરમાત્મામાં આ જગત, જાગત, જોગ, તું, હું, તે, આ વિધિ, નિષેધ, બંધ-મોક્ષાદિક છે. એક દીપકની સાથે હજાર દીપક જોડો પરંતુ તે પ્રથમની દીપકજ્યોત તો જેવી ને તેવી ભિન્ન છે-તે
જ છે.
કળશ-હાંડાદિ વાસણ થાય છે અને વિઘટી જાય છે પરંતુ માટી તો થતી નથી તેમ વિઘટતી (નાશ પામતી) પણ નથી.
સુવર્ણનાં કડાં-મુદ્રિકા થઈ જાય છે તથા બગડી જાય છે પરંતુ સુવર્ણ તો થતું પણ નથી તેમ બગડતું પણ નથી.
લાખો મણ ઘઉં, ચણા, મગ, મઠ, થાય છે અને ખર્ચાઈ જાય છે અને ફરી પાછા એ જ લાખો મણ ઘઉં, ચણા, મગ, મઠ, જેવા ને તેવા ઉત્પન્ન થાય છે અર્થાત્ બીજનો નાશ કદી પણ થતો નથી.
સમુદ્રમાંથી હજાર કળશ પાણીના ભરીને બહાર કાઢી નાંખો તોપણ સમુદ્ર તો જેવો ને તેવો તે જ છે, તથા એ સમુદ્રમાં હજાર
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com