Book Title: Samaya Gyan Dipika
Author(s): Dharmadas
Publisher: Vitrag Sat Sahitya Trust Bhavnagar

View full book text
Previous | Next

Page 132
________________ Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates નયદ્વારા આત્મવસ્તુ વિવરણ ] તથા જો ચિત્ માનીએ તો યથાર્થ અનેકાંતરૂપ સર્વજ્ઞ-વચન થાય માટે એકાંતતાનો નિષેધ છે. એક જ વસ્તુ અનેક નયવડે સાધીએ છીએ. [ ૯૫ આ આત્મા નય અને પ્રમાણથી જાણવામાં આવે છે, જેમ એક સમુદ્રને જ્યારે જુદા જુદા નદીઓનાં જળો વડે સાધવામાં આવે ત્યારે ગંગા-જમના આદિના શ્વેત-લીલા જળોનાં ભેદથી તે એક એક સ્વભાવને ધારણ કરે છે, તેમ આ આત્મા નયોની અપેક્ષા એક એક સ્વરૂપને ધારે છે, અને જેમ એ જ સમુદ્ર અનેક નદીઓનાં જળથી સમુદ્ર જ છે-તેમાં ભેદ નથી–અનેકાંત એક વસ્તુ છે, તેમ આ આત્મા પ્રમાણ વિવક્ષાથી અનંત સ્વભાવમય એક દ્રવ્ય છે, એ પ્રમાણે આ આત્મા એક-અનેક સ્વરૂપ નય-પ્રમાણથી સાધવામાં આવે છે, નયોથી તો એક સ્વરૂપ દર્શાવીએ છીએ. તથા પ્રમાણ વડે અનેક સ્વરૂપ આદિ પામીએ છીએ. એ પ્રમાણે ‘સ્યાત્’ પદની શોભા વડે ગર્ભિત નયોના સ્વરૂપથી તથા અનેકાંતરૂપ પ્રમાણથી (વસ્તુ) અનંતધર્મ સંયુક્ત છે. શુદ્ધ ચિન્માત્ર-વસ્તુને જે પુરુષ અવધાર છે તે પુરુષ સાક્ષાત આત્મસ્વરૂપનો અનુભવી થાય છે, એ પ્રમાણે આત્મદ્રવ્યનું સ્વરૂપ જાણવું Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153