________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૪ ]
[ સભ્યજ્ઞાન દીપિકા ચિંતામણિરત્ન દીઠું ત્યારે તે ગરીબ પુરુષને બોલાવી પોતાના ઘરના ખુણામાંથી એક મુઠ્ઠી ચણાનું અન્ન આપી તેના બદલામાં ચિંતામણિ રત્ન તેણે લઈ લીધું, એ પ્રમાણે ક્રિયાકષ્ટ વિના પણ વસ્તુની સિદ્ધિ થાય છે. ૪૩
વ્યવહારનયથી આ આત્મા પુદ્દગલ સાથે બંધ-મોક્ષ અવસ્થાની દુવિધામાં પ્રવર્તે છે, જેમ એક ૫૨માણુ બીજા પરમાણુથી બંધાય છેછુટે છે તેમ આ આત્મા બંધ-મોક્ષ અવસ્થાને પુદ્દગલની સાથે ધારણ કરે છે. ૪૪
નિશ્ચયનયથી પરદ્રવ્ય વડે બંધ–મોક્ષ અવસ્થાની દુવિધાને ધારણ કરતો નથી પણ માત્ર પોતાના જ પરિણામથી બંધ-મોક્ષ અવસ્થાને ધારણ કરે છે, જેમ એકલો પરમાણુ બંધ-મોક્ષ અવસ્થા યોગ્ય પોતાના સ્નિગ્ધ-રૂક્ષગુણનીપરિણામને ધારતો થકો બંધ-મોક્ષ અવસ્થાને ધારણ કરે છે. ૪૫
અશુદ્ઘનયથી આ આત્મા ઔપાધિક ભેદસ્વભાવસહિત છે, જેમ એક સ્મૃતિકા ઘડો-સરાવા આદિ અનેક ભેદ સહિત હોય છે. ૪૬
શુદ્ઘનયથી ઉપાધિરહિત અભેદસ્વભાવરૂપ છે, જેમ મૃતિકા ભેદસ્વભાવરહિત કેવલ સ્મૃતિકા જ છે.
–ઇત્યાદિ અનંત નયોથી વસ્તુની સિદ્ધિ થાય છે. વસ્તુને અનેક પ્રકારથી વચનવિલાસથી દર્શાવવામાં આવે છે, જેટલાં વચન છે તેટલાં જ નય છે અને જેટલાં નય છે તેટલાં જ મિથ્યાવાદ છે. શ્લોક:
य एव मुक्तवा नयपक्षपातं स्वरूपगुप्तानिवसंति नित्यम्। विकल्पजालच्युतशान्तचितास्तएवसाक्षादमृतं
વિનંતિા एकस्यबद्धोनतथापरस्य चितिद्वयोर्द्वाबिति पक्षपातौ। यस्तत्त्ववेदी च्युतपक्षपातस्तस्यास्तिनित्यं खलु चिच्चिदेव ।। ઇત્યાદિ
કારણ કે- એક નયને સર્વથા માનીએ તો મિથ્યાવાદ થાય Please inform us of any errors on Rajesh@AtmaDharma.com