________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૨ ]
( [ સમ્યજ્ઞાન દીપિકા દર્પણ અનેક ઘટ-પટાદિ પદાર્થોના પ્રતિબિંબોથી અનેકરૂપ થાય છે. ૨૫
નિયતનયથી તે જ આત્મા પોતાના નિશ્ચિત સ્વભાવ સહિત હોય છે, જેમ પાણી પોતાના સહજ સ્વભાવથી શીતળતા સહિત હોય છે. ર૬
- અનિયતનયથી અનિશ્ચિતસ્વભાવરૂપ છે, જેમ પાણી અગ્નિના સંબંધથી ઉષ્ણ થઈ જાય છે. ૨૭
સ્વભાવનયથી કોઈનો બનાવેલો તે નથી, જેમ કાંટો સ્વભાવથી જ કોઈનો વગર બનાવ્યો જ તીક્ષ્ણ હોય છે. ૨૮
અસ્વભાવનયથી તે કોઈના દ્વારા સંસ્કાર પામેલો હોય છે, જેમ લોખંડનું બાણ બનાવવાથી તીક્ષ્ણ થાય છે. ૨૯
કાળનયથી કાળના આધીન સિદ્ધિ થાય છે, એવો છે, જેમ ગ્રીષ્નકાળ (ગરમી) ના અનુસાર ડાળ ( ઉપરનું) આમ (કેરી) સહજમાં પાકી જાય છે. ૩)
અકાળનયથી તે જ આત્માને કાળને આધીન સિદ્ધિ (થતી) નથી, જેમ કૃત્રિમ ઘાસની ગરમીથી પાલમાં કેરી પાકી જાય છે. ૩૧
પુરુષાકારનયથી યત્નપૂર્વક સિદ્ધિ થાય છે, જેમ મધ ઉત્પન્ન કરવા માટે કાષ્ટના છેદમાં એક મધુમક્ષિકા રાખવામાં આવે છે, તે મક્ષિકાના શબ્દથી બીજી મધુમક્ષિકાઓ આવીને પોતાની મેળે જ મધપુડો બનાવે છે એ પ્રમાણે પ્રયત્નથી પણ મધની સિદ્ધિ થાય છે. તેમ યત્નથી પણ દ્રવ્યની સિદ્ધિ થાય છે. ૩૨
દૈવનયથી યત્ન વિના પણ સાધ્યની સિદ્ધિ થાય છે, જેમ યત્ન તો કર્યો હતો મધ માટે પરંતુ દૈવયોગથી તે મધુછત્તા (મધપુડા) માંથી માણેક રત્નની પ્રાપ્તિ થઈ ગઈ, એ પ્રમાણે યત્ન વિના પણ (સાધ્યની) સિદ્ધિ થાય છે. ૩૩
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com