Book Title: Samaya Gyan Dipika
Author(s): Dharmadas
Publisher: Vitrag Sat Sahitya Trust Bhavnagar

View full book text
Previous | Next

Page 128
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ન દ્વારા આત્મવસ્તુ વિવરણ ] [ ૯૧ ભાવનયથી એ જ આત્મા જે ભાવરૂપ પરિણમે છે તે ભાવથી તન્મય થઈ જાય છે, જેમ પુરુષ સમાન વિપરીત સંભોગમાં પ્રવર્તતી સ્ત્રી તે પર્યાયરૂપ થાય છે, એ પ્રમાણે આત્મા (પણ) વર્તમાન પર્યાયરૂપ થાય છે. ૧૫ સામાન્યનયથી એ જ આત્મા પોતાના સમસ્ત પર્યાયોમાં વ્યાપ્યો છે, જેમ હારનું સુતર સર્વ મોતીઓમાં વ્યાપ્યું છે. ૧૬ વિશેષનયથી એ જ આત્મા એક પર્યાય દ્વારા કહેવામાં આવે છે, જેમ એ જ હારમાંનું એક મોતી બધા હારમાં અવ્યાપી છે. ૧૭ નિત્યનયથી એ જ આત્મા ધ્રુવસ્વરૂપ છે, જેમ નટ જોકે અનેક સ્વાંગ ધારે છે તોપણ એ જ નટ એક છે એ પ્રમાણે નિત્ય છે. ૧૮ અનિત્યનયથી એ જ આત્મા અવસ્થાતર વડે અનવસ્થિત છે, જેમ એ જ નટ રામ-રાવણાદિના સ્વાંગ દ્વારા અન્યનો અન્ય થઈ જાય છે. ૧૯ સર્વગતનયથી તે જ આત્મા સકલ પદાર્થવર્તી છે, જેમ ખુલ્લી આંખ સમસ્ત ઘટ પટાદિ પદાર્થોમાં પ્રવર્તે છે. ૨૦ અસર્વગતમયથી તે જ આત્મા પોતાને વિષે જ પ્રવર્તે છે, જેમ બંધ કરેલા નેત્ર પોતાનામાં જ મોજૂદ છે. ૨૧ શૂન્યનયથી તે જ આત્મા કેવલ એક જ શોભાયમાન છે, જેમ શૂન્ય મકાન એક જ છે. ૨૨ અશૂન્યનયથી તે જ આત્મા અનેકોથી મળેલો શોભે છે, જેમ અનેક લોકોથી ભરેલી નૌકા શોભે છે. ૨૩ જ્ઞાન-જ્ઞયના અભેદકથનરૂપ નથી તે જ આત્મા એક છે, જેમ અનેક ઈંધનાકાર પરિણમેલો અગ્નિ એક જ છે. ૨૪ જ્ઞાન-mયના ભેદકથનરૂપ નથી તે જ આત્મા અનેક છે, જેમ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153