________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મપ્રાપ્તિનો પ્રકાર
હવે તે આત્માની પ્રાપ્તિનો પ્રકાર દર્શાવીએ છીએ:
આ આત્મા અનાદિ કાળથી લઈને પુદ્ગલકર્મના નિમિત્તથી મોહમદિરા પીને મગન કરતો થકો ઘૂમે છે, સમુદ્રની માફક પોતાને વિષે જ વિકલ્પ (રૂપ ) તરંગો વડે મા ક્ષોભિત છે. ક્રમપૂર્વક પ્રવર્તતા જે ઇન્દ્રિયજ્ઞાનના અનંત ભેદોથી સદાકાળ પલટનાને પ્રાપ્ત થાય છે પણ એકરૂપ નથી. અજ્ઞાનભાવથી પરરૂપ બાહ્યપદાર્થોમાં આત્માબુદ્ધિ કરી મૈત્રીભાવ કરે છે, આત્મવિવેકની શિથિલતા કરી કદી સર્વથા બહિર્મુખ થયો છે, વારંવાર પૌદ્ગલિકકર્મને ઉપજાવવાવાળા જે રાગદ્વેષભાવ છે તેની દ્વૈતતામાં પ્રવર્તે છે, એ પ્રમાણે તો આત્માને શુદ્ધ સચ્ચિદાનંદ૫૨માત્માની પ્રાપ્તિ કેવી રીતે થાય ? ક્યાંથી થાય? પરંતુ એ જ આત્મા જો અખંડ જ્ઞાનનાં અભ્યાસથી અનાદિ પૌદ્ગલિકકર્મથી ઉપજાવેલો જે આ મિથ્યાત્વમોહ તેને પોતાનો ઘાતક જાણી ભેદવજ્ઞાન વડે પોતાનાથી જુદો કરી કેવલ આત્મસ્વરૂપની ભાવના નિશ્ચય-સ્થિર થાય તો પોતાના સ્વરૂપમાં નિસ્તરંગ સમુદ્રની માફક નિકંપ થઈ બિરાજે છે.
એક જ વાર તૃપ્ત થયો છે જે અનંત જ્ઞાન શક્તિનો ભેદ, તેનાથી પલટતો નથી, પોતાના જ્ઞાનની શક્તિઓ વડે બાહ્ય પરરૂપ શેયપદાર્થોમાં મૈત્રીભાવ કરતો નથી. નિશ્ચલ આત્મજ્ઞાનના વિવેક વડે અત્યંત સ્વરૂપ-સન્મુખ થયો છે, પૌદ્દગલીક કર્મબંધનના કારણ જે રાગ-દ્વેષ ભાવ છે તેની દુવિધાથી દૂર રહે છે, એવો જે ૫રમાત્માનો આરાધક પુરુષ છે તે ભગવાન આત્મા કે જે પૂર્વે અનુભવ્યો જ નહતો તેવા જ્ઞાનાનંદસ્વભાવ છે, પરમબ્રહ્મ છે તેને પ્રાપ્ત થાય છે. પોતે જ સાધક છે, પોતે જ સાધ્ય છે, અવસ્થાના ભેદથી સાધ્ય-સાધક ભેદ છે.
આ સમસ્ત જે જગતજીવ છે તે પણ જ્ઞાનાનંદસ્વરૂપ જે પરમાત્મજ્ઞાન છે તેને પ્રાપ્ત થાઓ! અને આનંદરૂપ જે અમૃતજળ છે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com