________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દષ્ટાંત સંગ્રહ ]
[ ૮૭ તો સ્વસમ્યજ્ઞાન જ દેખાય અને સ્વસમ્યજ્ઞાનાનુભવની અચલતાપરમાવગાઢતા થાય.
લોકાલોકને જાણવાની તથા નહિ જાણવાની એ બન્ને કલ્પનાને સહજસ્વભાવથી જ જે જાણે છે તે જ સ્વસમ્યજ્ઞાન છે.
જેમ લીલારંગની મહેંદીમાં લાલરંગ છે પરંતુ તે દેખાતો નથી પત્થરમાં અગ્નિ છે પરંતુ તે દેખાતી નથી, દૂધમાં ઘી છે પરંતુ દેખાતું નથી, તલમાં તેલ છે પરંતુ દેખાતું નથી, ફૂલમાં સુગંધ છે. પરંતુ દેખાતી નથી, એ જ પ્રમાણે જગતમાં સ્વસમ્યજ્ઞાનમય જગદીશ્વર છે પરંતુ ચર્મનેત્રદ્વારા દેખાતો નથી પણ કોઈને શ્રી સદ્ગવચનોપદેશ દ્વારા-કાળલબ્ધિ પાચક દ્વારા સ્વભાવ સમ્યજ્ઞાનથી તન્મયરૂપ સ્વભાવ સમ્યજ્ઞાનાનુભવમાં અચળ દેખાય છે.
જેમ વ્યભિચારિણી સ્ત્રી પોતાનાં ઘરમાં કામકાજ કરે છે પરંતુ તેનું ચિત્ત (મન) વ્યભિચારી પુરુષ તરફ લાગી રહ્યું છે, એ જ પ્રમાણે સ્વસમ્યગ્દષ્ટિ પૂર્વકર્મ પ્રયોગથી સંસારી કામકાજ કરે છે પરંતુ તેનું ચિત્ત (મન) સ્વસમ્યજ્ઞાનમય પરમાત્મા તરફ લાગી રહે છે.
જેમ જે સ્ત્રીના માથે ભરથાર છે, કદાચિત્ તે સ્ત્રી પરપુરુષના નિમિત્તથી ગર્ભ પણ ધારણ કરે તો પણ તેને દોષ લગાડી શકાતો નથી, એ જ પ્રમાણે કોઈ પુરુષના મસ્તકથી તન્મયરૂપ મસ્તક ઉપર સ્વસમ્યજ્ઞાનમય પરબ્રહ્મ પરમાત્મા છે તે પુરુષ કદાચિત્ કર્મવશ દોષ પણ ધારણ કરે તો તે પુરુષને દોષ લાગતો નથી, મહાન્ (પુરુષના ) શરણનું એ જ ફળ છે.
જેમ મૂકપુરુષના મુખમાં ગોળનો કટકો મૂકી પછી તે મૂકપુરુષને પૂછો કે હું મૂક! ગોળ કેવો મીઠો છે? અહીં એ મૂકપુરુષને ગોળનો મિષ્ટ અનુભવ તો છે પરંતુ તે કહી શકતો નથી, એ જ પ્રમાણે કોઈને ગુરુવચનોપદેશ દ્વારા સ્વસમ્યજ્ઞાનાનુભવની
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com