________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૮ ]
[ સમ્યજ્ઞાન દીપિકા અચળતા-પરમાવગાઢતા હોવા યોગ્ય હતી તે થઈ ચૂકી પરંતુ તે કહી શકતો નથી.
જેમ હાથીના દાંત બહાર જવાના જુદા છે તથા અંદર ચાવવાના, ખાવાના જુદા છે, એ જ પ્રમાણે જૈન, ઋષિ, મુનિ, આચાર્યના રચેલા સિદ્ધાંતશાસ્ત્ર સૂત્ર પુરાણાદિક છે તે તો હાથીના બહારના દાંત જેવા સમજવા તથા અંદરનો ખરો આશય જેનો જે તે જાણે છે.
બંધનો વિલાસ પુદગલમાં નાખવો (ખતવવો) તથા દેહનો વિકાર તમે દેહ માથે નાખો (ખતવવો.)
જે સ્વસ્વરૂપ સમ્યજ્ઞાન છે તે તો તન-મન-ધન-વચનાદિકથી તન્મયરૂપ-તસ્વરૂપ કદાપિ નથી છતાં ફરીથી શ્રીગુરુ સ્વસમ્યજ્ઞાનાનુભવની અચલતા-અવગાઢતા-નિશ્ચયતા કરી દે છે. ધન્ય છે શ્રીગુરુને! સહસ્ત્રવાર ધન્ય છે !!
જેમ જૈન-વૈષ્ણવ બૌદ્ધ શિવાદિક કોઈ પણ હો છતાં જે ચોરી કરશે તે બંધમાં પડશે, એ જ પ્રમાણે કોઈ પણ હો છતાં જે કોઈ શ્રી ગુરુવચનોપદેશ દ્વારા વા કાળલબ્ધિપાચક દ્વારા પોતાના પોતામાં પોતામય સ્વસમ્યજ્ઞાનાનુભવની અચલતા–પરમાવગાઢતા ધારણ કરશે તે જ સંસારભ્રમજાળથી ભિન્ન થઈને સદાકાળ સુખાનુભવમાં મગ્ન રહેશે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com