________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ભ્રાંતિખંડન દષ્ટાંત ]
[ ૪૫
ઘણા પ્રેમભાવથી પૂજા-પ્રમાણ કરે છે ત્યાં દૈવવશ પાષાણની મૂર્તિ તો ફૂટી ગઈ, તૂટી ગઈ; ધાતુની દેવમૂર્તિને ચોર-તસ્કર ઊઠાવી ગયા, કાષ્ટની દેવમૂર્તિ અગ્નિમાં સળગીને ભસ્મ થઈ ગઈ તથા ચિત્રની મૂર્તિ મેઘ-પવન-હસ્તસ્પર્શાદિક દ્વારા બગડી ગઈ, અર્થાત્ ધાતુપાષાણાદિની દેવમૂર્તિમાં નાશ પામવા આદિ અનેક દૂષણનો પ્રત્યક્ષ અનુભવ થતો દેખીને પોતાના પોતામાં પોતામય સ્વસમ્યગ્નાનાનુભવગમ્ય સ્વભાવસ્વરૂપ પોતાને જ દેવ સમજી ચુપચાપ રહે છે. (ચિત્ર ક્રમાંક: ૧૪ )
જેમ કોઈ પુરુષ કોઈ શાહુકારની દુકાનનાં દ્રવ્ય સુવર્ણ રત્નાદિકને દૂરથી દેખીને કહ્યું કે-મને આ જેટલાં દ્રવ્ય-રત્નાદિક મારાથી દૂર-અલગ દેખાય છે તેનો મારે ત્યાગ છે, એ જ પ્રમાણે સ્વસ્વરૂપ સ્વાનુભવગમ્ય સમ્યકૈવલજ્ઞાન છે તેને આ સંસાર, લોકાલોકનો સ્વભાવથી જ ત્યાગ છે.
જેમ કોઈ ધનનો અર્થી પુરુષ રાજાને જાણીને તેની દૃઢ શ્રદ્ધા કરી રાજાની (ઇચ્છા ) અનુસાર ચાલતો રહે છે તેને (તે) રાજા દ્રવ્ય આપે છે, તે જ પ્રમાણે કોઈ જીવ છે તે પ્રથમ સ્વસમ્યગ્ કેવલજ્ઞાનરાજાને પોતાના સ્વભાવગુણથી તન્મય સમજીને-જાણીનેતેની દઢ-૫૨માવગાઢ શ્રદ્ધા કરીને તે કેવલજ્ઞાનરાજાના અનુસાર ચાલે છે–૨હે છે તેને કેવલજ્ઞાનરાજા, સ્વભાવસમ્યજ્ઞાનમય મોક્ષ આપે છે. જેમ સંસ્કૃતભાષામાં મ્લેચ્છ ન સમજતો હોય તો ( તે ) મ્લેચ્છને મ્લેચ્છભાષામાં સમજાવવો. તે જ પ્રમાણે અજ્ઞાનીને અજ્ઞાનભાષામાં સમજાવવો.
જેમ કોઈ કહે કે ‘ બે રાજા પરસ્પર યુદ્ધ કરી રહ્યા છે,' ત્યાં વિચારપૂર્વક જોઈએ તો એકબીજાનું લશ્કર લડે છે પણ એ બન્ને રાજા તો પોતપોતાના સ્વસ્થાનમાં નિમગ્ન છે, એ જ પ્રમાણે જ્ઞાન અજ્ઞાન બન્ને પોતપોતાના સ્વસ્થાનમાં-પોતપોતાના સ્વભાવમાં-પોતપોતાના સ્વભાવથી જ નિમગ્ન છે.
જેમ કોઈ કહે– ‘રાજા આ ગામને લૂંટે છે, બાળે છે, આ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com